Sunday, April 2, 2023

ધરમપુરના ખડકી ચવરા રોડ પર 8 કરોડના ખર્ચે નવનિર્મિત બ્રિજને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકાયો | Finance Minister Kanubhai Desai inaugurated the newly constructed bridge at a cost of 8 crores on Khadki Chawra Road in Dharampur. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Finance Minister Kanubhai Desai Inaugurated The Newly Constructed Bridge At A Cost Of 8 Crores On Khadki Chawra Road In Dharampur.

વલસાડ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બોર્ડર વિલેજના ગામોની વસ્તીને નાસિક મહારાષ્ટ્ર તરફ જવા- આવવા માટે આશરે 20 કિમીનો ઘટાડો થયો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખડકી ચવરા રોડ ઉપર રૂપિયા 8 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને આજે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ખડકી ચવરા અને બોર્ડર વિલેજના ગામો માટે ખુલ્લો મુક્યો હતો. ધરમપુર તાલુકાના ખડકી ચવરા અને મહારાષ્ટ્ર રાજ્યના ગામોમાં રહેતા સ્થાનિક લોકોને લાભ મળશે.

ચવરા ખાતે યોજયેલા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિકાસની કેડી કંડારી છે. તેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આગળ વધારી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2002માં ગામના લોકોને 24 કલાક વીજળી મળી રહે તે માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. જેના લીધે આજે ગામડામાં 24 કલાક વીજળી મળી રહે છે. આ યોજનાને કારણે આજે દેશમાં 24 કલાક વીજળી આપતું ફક્ત ગુજરાત રાજ્ય જ છે એમ ઉર્જા મંત્રી કનુંભાઈ દેસાઈએ કહ્યું હતું. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા બોર્ડર વિલેજના ખડકી, માધુરી, ચવરા, ખોબા, ખપાટીયા, સાતવાંકલ અને તૂતરખેડના ગામોની અંદાજીત 4200ની વસ્તીને નાસિક જવા- આવવા માટે 20 કિમીનો ચકરાવો ઘટશે આ ઉપરાંત ધરમપુર તાલુકા મથકે જવા આવવામાં સરળતા રહેશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.