No results found

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 30 મોબાઈલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા | Ahmedabad Crime Branch nabbed 3 accused with 30 stolen mobiles | Times Of Ahmedabad

    અમદાવાદ13 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 30 મોબાઈલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કર્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ 8 પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના ભેદ ઉકેલ્યા છે.

    ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રોહિત દંતાણી ઝભરત દંતાણી અને રણજિતસિંહ તોમરની બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી 30 મોબાઈલ ફોન મળી અવગ હતા જેની કિંમત 3,04,500 રૂપિયા છે.આરોપીઓએ અમદાવાદના રીવરફ્રન્ટ,રવિવારી બજાર,મેળાવડાવાળી જગ્યાએ લોકોની નજરે ચૂકવી મોબાઈલ ચોરી કરી હતી.આરોપીઓની ધરપકડ કરી નિકોલ,ગાંધીનગર ઇન્ફોસીટી, રીવરફ્રન્ટ ઇસ્ટ,રીવરફ્રન્ટ વેસ્ટ અને ઘાટલોડિયાના અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال