સુરેન્દ્રનગર જિલ્લામા સતત બીજા દિવસે કોરોનાના એકપણ કેસ ન નોંધાયો, એક્ટિવ કેસની સખ્યા 8 થઈ | For the second consecutive day, no case of corona was reported in Surendranagar district, the number of active cases increased to 8 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા સતત બીજા દિવસે પણ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. જ્યારે આજે કોરોના પોઝિટિવના 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 105માંથી 97 દર્દીઓ સાજા થતા 8 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.28 એપ્રિલને શુક્રવારે 400 આરટીપીસીઆર અને 117 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 517 કોરોના ટેસ્ટ કરવામા કરવામા આવ્યા હતા.

જ્યારે આજે વધુ છ દર્દીઓને રજા અપાતા જિલ્લામાં કુલ 105 કેસોની સામે 97 લોકો કોરોનામુક્ત બનતા 8 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં સાયલા-1, થાનગઢ-2 અને વઢવાણ પંથકમાં 5 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. છતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, થાનગઢ અને સાયલા તાલુકામાં જ હાલ કોરોના એક્ટિવ કેસ છે. બાકીના તાલુકા હાલ તો કોરોના મુક્ત બન્યા છે.

Previous Post Next Post