બાળકનું એડમિશન લીધા બાદ 8 વર્ષમાં મર્યાદા કરતા આવક વધે તો એડમિશન રદ થશે | If the income exceeds the limit within 8 years after taking admission, the admission will be cancelled | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ દર વર્ષે હજારો બાળકોને ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે એડમિશન આપવામાં આવે છે. RTEમાં એડમિશન લેવા કેટલાક નિયમો છે જેમાં આવક મર્યાદા નિશ્ચિત છે. એકવખત એડમિશન લીધા બાદ મર્યાદા કરતા વાલીની આવક વધે તો વાલીએ પોતાના બાળકનું નામ RTE હેઠળથી કમી કરાવીને સમાન્ય બાળખની જેમ ફી ભરીને ભણાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલ ઇચ્છે ત્યારે દર વર્ષે અને વર્ષના વચ્ચે આવકના પુરાવા માંગી શકે છે.

આવક મર્યાદાના આધારે જ એડમિશન
RTE હેઠળ પ્રવેશ મેળવવા દર વર્ષે ઓનલાઈન અરજી કરવાની હોય છે. બાળકના વાલીનો આવકનો દાખલો, ઇન્કમટેક્ષ રિટર્ન તથા સેલ્ફ ડિકલેરેશન પણ લેવામાં આવશે. આ તમામ પુરાવા સાથે એડમિશન આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા વાર્ષિક 1.20 લાખ છે. જ્યારે શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 1.50 લાખ છે. આવક મર્યાદા સહિત અલગ અલગ ક્રાઇટેરિયાના આધારે જ એડમિશન આપવામાં આવે છે.

સ્કૂલ વાલી પાસે આવકના પુરાવા માંગી શકે છે
જ્યારે બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે ત્યારે આવક મર્યાદા મુજબની આવક હોય છે. પરંતુ બાળક 1થી 8 ધોરણ સુધી ભણે ત્યારે વચ્ચેના સમયમાં વાલીની આવક મર્યાદા કરતા વધે તો વાલીએ સામેથી જાણ કરીને પોતાના બાળકનું નામ RTE હેઠથી કમી કરાવીને સામાન્ય બાળકની જેમ કરવાનું રહેશે. આ ઉપરાંત સ્કૂલને લાગે ત્યારે સ્કૂલ વાલી પાસે અવકનો દાખલો, આઇટી રિટર્ન અથવા આવકના પુરાવા માંગી શકે છે. વાલીએ સ્કૂલને તમામ પુરાવા આપવાની જોગવાઈ છે.

આવક વધી જાય તો લાભ પણ ના મળે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલક આવકના પુરાવા માંગી શકે છે. દર વર્ષે અથવા વર્ષના વચ્ચે પણ પુરાવા માંગી શકે છે. હેરાનગતિ કરવા નહિ પરંતુ ચકાસણી કરવા પુરાવા માંગી શકે છે જે વાલીએ આપવા. જોકે, આવક વધે તો સામાન્ય વિદ્યાર્થી તરીકે ફી ભરીને બાળકને ભણાવી શકાય છે. આવક વધી જાય તો લાભ પણ ના મળે.

અન્ય બાળકને ફી ભરીને પ્રવેશ આપવામાં આવે છે
વાલીની આવક વધતા એડમિશન તો રદ થશે પરંતુ રીતે RTE હેઠળની બેઠક પણ ખાલી થશે જેમાં સ્કૂલ સામાન્ય બાળકને એડમિશન આપીને કમાણી કરે તેવી પણ શકયતા છે. કેટલીક સ્કૂલો દ્વારા શરૂઆતમાં બાળકોને RTE હેઠળ એડમિશન આપી દેવામાં આવે છે પરંતુ બાદમાં વાલીની આવક અંગે તપાસ કરવામાં આવે છે જેમાં વાલીની આવક વધારે હોય તો તેમને સમજાવીને અથવા કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવી એડમિશન કેન્સલ કરાવવામાં આવે છે. આ સંજોગમાં RTE હેઠળ ખાલી પડેલી બેઠક પર અન્ય બાળકને ફી ભરીને પ્રવેશ આપવામાં આવે છે જેની સ્કૂલને કમાણી થાય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post