- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- A Rabid Dog Created Havoc In Dhobi Lake, Machhiwad, Waghrech Area Of Bilimora, More Than 8 People From Children To Seniors Were Bitten By The Dog.
નવસારી30 મિનિટ પહેલા
- કૉપી લિંક

હાલમાં નવસારી જિલ્લામાં રખડતા શ્વાન એ ઉત્પાત મચાવ્યો છે જેમાં રાહદારીઓ અને નાના બાળકોને નિશાન બનાવી ડોગ બાઈકની અનેક ઘટનાઓ સામે આવી છે,નવસારી શહેર બાદ હવે બીલીમોરા પંથકમાં શ્વાન કરડવાની ઘટના સામે આવી છે. એક જ દિવસમાં બાળકથી લઇ મોટી ઉંમરની 8થી વધુ વ્યક્તિને કૂતરું કરડયું હતું.
ઘાયલોને બીલીમોરા મેંગુષી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મેંગુષી હોસ્પિટલમાં ત્રીજા સ્ટેજ માટે અપાતું ઇન્જેક્શન નહીં હોય ભોગ બનનારને વલસાડ જઈ ઇન્જેક્શન લેવા પડ્યાં હતા. બીલીમોરા પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં ડોગ બાઈટની ઘટના સામે આવી છે. જેમાં ધોબી તળાવ વિસ્તાર, માછીવાડ, વાઘરેચ વિસ્તારમાં લોકોના જણાવ્યાનુસાર એક હડકાયા કૂતરાએ ઉત્પાત મચાવ્યો છે.
કૂતરાએ 8થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી કરડયું હતું. આ શ્વાન હડકાયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ શ્વાન કરડીને પલકવારમાં નાસી જતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ડોગ બાઇટનો ભોગ બનનારાઓએ બીલીમોરા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ભોગ બનનારને પ્રથમ મેંગુષી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા તેમને સામાન્ય કૂતરા કરડ્યાનું ઇન્જેક્શન અપાયું હતું. જ્યાંથી તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં તેમને ત્રીજા સ્તરની કૂતરા કરડયાનું ઇન્જેક્શન અપાયું હતું. બીલીમોરા નગરપાલિકા દ્વારા કૂતરાના ખસીકરણ માટે ગ્રાંટ ફાળવાય છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી.

આ વિસ્તારના સ્થાનિક લોકો નગરપાલિકાને અપીલ કરી રહ્યા છે કે રખડતા શ્વાનિય ખસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને તેમને તેમના ત્રાસથી મુક્તિ અપાવવામાં આવે હાલમાં માછીવાડ ધોબીવાડ સહિતના વિસ્તારોમાં મહિલા સ્ત્રીઓ અને બાળકો ઘરથી બહાર નીકળવા ડરી રહ્યા છે.
ત્રીજા સ્તરની કેટેગરીના ઈંજેકશન મેંગુષીમાં ઉપલબ્ધ નથી
બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં સામાન્ય સ્તરમા એટલેકે કૂતરું સામાન્ય કરડયું હોય તેના ઇન્જેક્શન ઉપલબ્ધ છે. જયારે કૂતરાએ વધારે પ્રમાણ કરડી ઘા કર્યો હોય અને દાંત મારી લોહી વહેતુ હોય તેને ત્રીજા સ્તરની કેટેગરીમાં ગણતરી કરાય છે તેના ઈન્જેકશન મોંઘા આવે છે જે હાલ મેંગુષીમાં ઉપલબ્ધ નથી. આ ઇન્જેક્શનની માંગણી મેંગુષી હોસ્પિટલ દ્વારા ફેબ્રુઆરી માસમાં જ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું પરંતુ હજુ સુધી ઇન્જેક્શન ફાળવાયા નહીં હોવાની માહિતી મળી હતી.
મેંગુષી હોસ્પિટલમાં એપ્રિલમાં હાલ સુધીમાં 85 ડોગ બાઇટના કેસ
આ એપ્રિલ માસમાં હાલ સુધી જ બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં 85 જેટલા ડોગ બાઈટ ના કેસો આવ્યા છે. હાલ કૂતરા કરડવાની ઘટનામાં ઘણો જ વધારો થયો છે. કૂતરાની વસ્તી વધી છે ત્યારે તેના પર નિયંત્રણ અંગે પણ કાર્યવાહી કરાય એ જરૂરી છે. બીલીમોરા નગરપાલિકાના સભ્ય મલંગ કોલીયાના જણાવ્યા મુજબ બીલીમોરા નગરપાલિકા બજેટમાં સ્વાનના ખસીકરણની જોગવાઈ મુજબ ફાળવણી કરીને શ્વાનને કાબુમાં કરે તે જરૂરી છે સાથે જ તેને પકડવાની કામગીરી પણ ઝડપી બનાવવા માટે અમે માંગ કરી છે.