અમદાવાદ8 કલાક પહેલા
- કૉપી લિંક
મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ રેલ્વે ઓવરબ્રિજ, રીવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફલાય ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ માટેની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં પણ હલકી ગુણવત્તાનું બાંધકામ સામે આવતા બ્રિજ છેલ્લા 8 મહિનાથી બંધ છે. ઝુલતા પુલની અને હાટકેશ્વર બ્રિજની ઘટના બાદ અમદાવાદના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ ડીઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટની પેનલ નક્કી કરવાની દરખાસ્ત ભાજપના સત્તાધીશોએ ચર્ચાના નામે બાકી રાખી છે. રિંગ રોડ પર મુમતપુરા બ્રિજના સ્લેબ પડવાની દુર્ઘટના અને ઇન્કમટેક્સ બ્રિજના 5 લેનને લઈ વિવાદમાં આવેલા કન્સલ્ટન્ટની આ પેનલમાં નિમણૂક કરવામાં આવનાર છે ત્યારે હવે આ બંને કંપનીઓને કામ આપવા મામલે વિચારણા કરવા માટે આજે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કામ આગામી કમિટિ સુધી મુલતવી રાખ્યું છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી ની સમસ્યાને લઇ અને નાગરિકો અવારનવાર હેરાન પરેશાન થાય છે છેલ્લા કેટલાય દિવસોથી કોટ વિસ્તારના ખાડિયા, શાહપુર વોર્ડમાં આવેલી કેટલીક પોળ અને ચાલીઓ પ્રદૂષિત પાણી આવવાના કારણે નાગરિકો ઉનાળાના સમયમાં જ હેરાન થઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી બોર્ડમાં પણ પ્રદુષિત પાણીની સમસ્યાને લઈ ફરિયાદો થઈ છે. જેને લઇ અને આજે મળેલી વોટર કમિટીમાં ઇજનેર વિભાગના અધિકારીઓને પ્રદૂષિત પાણીની સમસ્યાને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે હતી.
વોટર કમિટી ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, શહેરના મધ્ય ઝોનમાં છેલ્લાં કેટલાંક સમયથી પીવાના પાણીમાં પોલ્યુશનની ગંભીર અને ફરિયાદો અંગે વોટર સપ્લાય કમિટીમાં વ્યાપક રજુઆતો કરાઈ હતી. પીવાના પાણીમાં પ્રદુષણની વિકટ સમસ્યાને કારણે મધ્ય ઝોનના શાહપુર, ઘી કાંટા, દરિયાપુર, ખાડિયા, કાલુપુરમાં આવેલા ભવાનપુરા પીઠ, ચુનારાવાસ, સિટી મિલની ચાલી, મહાજનનો વંડો, માંડવીની પોળ, દોલતખાના, કટકીયાવાડ, રૂગનાથપુરા , વગેરે વિસ્તારોમાં પ્રદુષિત પીવાના પાણીના કારણે ઝાડા- ઉલટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા જેવો પાણીજન્ય રોગચાળો થઈ શકે છે.
પૂર્વ વિસ્તારોમાં આવેલા અમરાઈવાડી, રબારી કોલોની, ગુલાબનગર, વગેરે વિસ્તારોમાં પણ પ્રદૂષિત પાણીની પ્રશ્ન સર્જાયો છે. શહેરના કોટ વિસ્તારમાં મેનહોલ, ડ્રેનેજ લાઈનની નજીકમાંથી પીવાના પાણીની લાઈનો પસાર થતી હોવાને કારણે લીકેજ હોય તો પાણીમાં પોલ્યુશન આવતું હોય છે. આ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજની લાઈનો ચેક કરવા, અને પોલ્યુશન રોકવા માટે તત્કાળ પગલાં લેવા તંત્રને તાકીદ કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં આવેલા હાથીજણ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પીવાના પાણીની ઓવરહેડ ટાંકીમાં RCCના આઉટલેટની લાઈનમાં લીકેજની સમસ્યા જોવા મળી છે.
જાહેરમાં ગંદકી કરનાર 54 દુકાનો, હોટલ અને ચાની કિટલીઓ સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે જાહેરમાં કચરો અને ગંદકી કરનારા ગોડાઉન, દુકાનો, પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને શોપિંગ શોપને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સોમવારે શહેરના દક્ષિણમાં મણિનગર, લાંભા, વટવા, ઇસનપુર, બહેરામપુરા અને ખોખરા સહિતના વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરવા બદલ 54 જેટલી દુકાનો, હોટલ અને ટી સ્ટોલ વગેરેને સીલ કરવામાં આવી હતી અને કુલ રૂ. 1.10 લાખનો દંડ વસૂલ્યો હતો. આ સાથે જ ઇસનપુર બ્રિજ નજીક મનીષ પ્લાસ્ટિક એકમ પાસેથી પ્રતિબંધિત 300 કિલો જેટલું પ્લાસ્ટિક મળી આવતા તેની સામે કાર્યવાહી કરી સીલ કરવામાં આવી છે.
82 બ્રિજની તપાસ પેનલની નિમણૂક કરવા માટેની દરખાસ્ત બાકી રખાઈ
મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ રેલ્વે ઓવરબ્રિજ, રીવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફ્લાય ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ માટેની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં પણ હલકી ગુણવત્તાનું બાંધકામ સામે આવતા બ્રિજ છેલ્લાં 8 મહિનાથી બંધ છે. ઝૂલતા પુલની અને હાટકેશ્વર બ્રિજની ઘટના બાદ અમદાવાદના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ ડીઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટની પેનલ નક્કી કરવાની દરખાસ્ત ભાજપના સત્તાધીશોએ ચર્ચાના નામે બાકી રાખી છે. ત્યારે રિંગ રોડ પર મુમતપુરા બ્રિજના સ્લેબ પડવાની દુર્ઘટના અને ઇન્કમટેક્સ બ્રિજના 5 લેનને લઈ વિવાદમાં આવેલા કન્સલ્ટન્ટની આ પેનલમાં નિમણૂક કરવામાં આવનાર છે. ત્યારે હવે આ બંને કંપનીઓને કામ આપવા મામલે વિચારણા કરવા માટે આજે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કામ આગામી કમિટી સુધી મુલતવી રાખ્યું છે.