રાજકોટમાં મહિલાએ બેન્કની એપ્લિકેશન અપડેટ કરી તો 83 હજાર ઉપડી ગયા, યુવકને વર્લ્ડ ટુરની ટિકિટ 4 લાખમાં પડી | In Rajkot, the woman updated the bank application and withdrew 83 thousand, the young man got a ticket for the world tour for 4 lakh. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Woman Updated The Bank Application And Withdrew 83 Thousand, The Young Man Got A Ticket For The World Tour For 4 Lakh.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ઇન્ડીયા માર્ટ એપ્લીકેશન પર રો-મટીરયલ વેચવાની ઓફર પર ક્લિક કરતા વેપારીએ 1.20 લાખ ગુમાવ્યા

હાલમાં ક્રાઇમ દિવસે ને દિવસે ખુબ વધી રહ્યાં છે. ચોરોમાં જાણે પોલીસનો ડર રહ્યો જ ના હોય તેમ ચોરીને અંજામ આપતા હોય છે. ત્યારે ધણા સમયથી ચોરોએ હવે ઓનલાઈન ફ્રોડ કરવાનો નવો કિમિયો વિક્સાવ્યો છે. જ્યાં સાયબર ક્રાઇમનો માસુમ લોકો ભોગ બની રહ્યાં છે. ત્યારે રાજકોટમાં એવા 3 કિસ્સા સામે આવ્યા હતા. જ્યાં નાગરિકોને સાયબર ફ્રોડનો શિકાર બનવું પડ્યું હતું. અંતે આ ત્રણેય કિસ્સામાં રાજકોટની સાયબર પોલીસે અપરાધનો ભેદ ઉકેલ્યો હતો.

સાયબર ક્રાઇમ કોને કહેવાય?
કોમ્પ્યુટર, નેટવર્ક અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગથી કોઈપણ વ્યક્તિને નુકસાન કરવાના ઇરાદે કોઈ ગુનો કરે તેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધમકી, નાણાંકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે. હાલના સમયે સોશિયલ હેરેસમેન્ટ અને નાણાંકીય ફ્રોડના બનાવ વધુ બનતા હોય છે જેને અટકાવવા ખૂબ જ જરૂરી છે.

યુવકને વર્લ્ડ ટુરની ટિકિટ 4 લાખમાં પડી
રાજકોટમાં તાજેતરમાં થયેલા સાયબર ફ્રોડની વાત કરીએ તો પ્રથમ કિસ્સામાં જીજ્ઞાશાબેન પ્રશાંતભાઇ ભટ્ટ નામના મહિલાએ એસ.બી.આઇ. બેન્કની યોનો એપ્લિકેશનમાં અપડેટનો મેસેજ નિહાળ્યો હતો. જેને પગલે તેમણે ઓનલાઇન એપ્લિકેશન અપડેટ કરતા સમયે ગઠિયાએ રૂપિયા 83972ની છેતરપિંડી આચરી તેમના એકાઉન્ટમાંથી ઉસેટી લીધા હતા. બીજા કિસ્સામાં યશભાઇ વીઠ્ઠલભાઇ તોગડીયા નામના યુવકે વર્લ્ડ ટુર માટે ઓનલાઇન ટુરની ટિકિટ બુક કરી હતી. એ સમયે વેબ સાઈટમાં ટિકિટ બુક થવાને સ્થાને તેના એકાઉન્ટમાંથી 4 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

પ્રબુદ્ધ નાગરિકો સાયબર ક્રાઇમના શિકાર
જયારે ત્રીજા કિસ્સામાં હર્ષભાઇ નરેન્દ્રભાઇ દેસાઇ નામના યુવકને ઇન્ડીયા માર્ટ એપ્લીકેશન પર રો-મટીરયલ વેચવાની ઓફર મળી હતી. જેમાં યુવકે એપ્લાય કરતા સાયબર ગઠીયાઓએ રૂ.1.20 લાખનો ફ્રોડ કર્યો હતો. આ ત્રણેય કિસ્સામાં સાયબર પોલીસે અરજદારોની 80% રકમ રિકવર કરી હતી. આ અંગે રાજકોટ સાયબર પોલીસે નાગરિકોને સચેત થવાની સૂચના આપી હતી. તેમના મતે મહત્વની વાત કરીએ તો, સેક્સટોર્શન, ક્રેડીટ કાર્ડ વડે સાયબર ફ્રોડ, ઓ.ટી.પી મેળવી સાયબર ફ્રોડ, પીજીવીસીએલ બીલ અને ક્રેડીટ કાર્ડ અપડેટના નામે, કેબીસી લિંક મારફતે પણ ફ્રોડ કરવાના બનાવ વધ્યા છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ પણ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે.

1930 હેલ્પ લાઈન મહત્વની બની
સાયબર ક્રાઈમ વિભાગનો 1930 હેલ્પલાઇન નંબર છે. કોઈ પણ વ્યક્તિ સાયબર નાણાકીય ફ્રોડનો ભોગ બન્યા બાદ તુરંત આ નંબર પર જાણ કરવાથી ગયેલી રકમ પરત મળવાના શક્યતા વધી જાય છે. આવો કોઈ બનાવ બને તો તુરંત હેલ્પ લાઇન નંબર પર જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم