Saturday, April 1, 2023

રૂપિયા 88 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપી મુરશીદ આલમની ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ | Judicial custody order after arrest of accused Murshid Alam in Rs 88 crore bogus billing scam | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
GSTના ખોટા બીલો બનાવી કરોડો રૂપિયાનું રિફંડ મેળવવાનો કૌભાંડ - Divya Bhaskar

GSTના ખોટા બીલો બનાવી કરોડો રૂપિયાનું રિફંડ મેળવવાનો કૌભાંડ

સુરત શહેરમાં જીએસટી કૌભાંડને લઈને અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. ઔદ્યોગિક નગરી સુરત શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં વેપાર ઉદ્યોગ થતા હોવાને કારણે કેટલાક જૂતા રહો તેનો લાભ લેતા હોય છે. સરકારને જીએસટીના નામે ખોટા બિલો રજૂ કરીને કરોડો રૂપિયાનો ચુનો લગાડી દેતા હોય છે.

88 કરોડના ખોટા બિલ રજૂ કરી રિફંડ મેળવ્યા
આરોપી મુરશીદ આલમ દ્વારા 88 કરોડના બોગસ બિલ બનાવી 15.88 કરોડની સરકારમાંથી આઇટીસી મેળવવામાં આવી હતી. મુરશીદ આલમ દ્વારા ફાઇવ સ્ટારના નામે બોગસ પેઢી ઊભી કરી 88 કરોડના બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા. અગાઉ ઇકો સેલ દ્વારા મુરશીદ આલમની 496 કરોડના બોગસ બીલ બનાવવાના કૌભાંડમાં ઇકો શેલ દ્વારા ધરપકડ કરાઈ હતી. જે કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રહેલા મુરશીદ આલમની જીએસટી વિભાગની ડીજીજીઆઈ વિગ દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો.

જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
સ્પેશિયલ પ્રોસિક્યુટર ઇમરાન માલિકે જણાવ્યું કે આજે મુરશીદ આલમને રજૂ કરવામાં આવ્યો અગાઉ પણ આ ગુનામાં બે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા જેમને જામીન મળી ચૂક્યા છે. ઇકોશીયલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી 14થી 15 જેટલી અલગ અલગ પેઢીઓ બતાવીને ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા. કોઈપણ પ્રકારના સામાન્ય ખરીદી કર્યા વગર ખોટી રીતે જીએસટી બિલ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીને જ્યૂડિસિયલ કસ્ટડીનો હુકમ કર્યો. DGGI દ્વારા અન્ય સ્ટેટમમેન્ટ લઈ કોર્ટમાં ફાઇલ કરાશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: