રાજકોટમાં આજે 9 દર્દી કોરોના સંક્રમિત, 14 દર્દીઓને ડિસચાર્જ કરાયા; એક્ટિવ કેસ 34 થયા | Today after zero yesterday, 9 patients have been infected, 14 patients have been discharged, number of active cases is 34, 1 patient is under treatment. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Today After Zero Yesterday, 9 Patients Have Been Infected, 14 Patients Have Been Discharged, Number Of Active Cases Is 34, 1 Patient Is Under Treatment.

રાજકોટ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ ગઈકાલે રવિવારે કોરોનનો એકપણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો જેની સામે આજે ફરી 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે 14 દર્દીએ કોરોનાને માત આપતા રિપોર્ટ નેગેટિવ આવતા ડિસચાર્જ થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 34 છે જેમાંથી 33 દર્દી હોમ આઇસોલેટ છે. જયારે 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

3 મહિલા અને 6 પુરુષો કોરોના પોઝિટિવ
રાજકોટ શહેરમાં આજે વધુ 9 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 10 વર્ષના બાળકથી લઇ 88 વર્ષના વૃદ્ધા સહિત 9 દર્દીનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા 9 કેસ પૈકી 3 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા 9 દર્દીઓમાંથી એકપણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 9 પૈકી 7 દર્દીએ વેક્સિનના 3 ડોઝ, 1 દર્દીએ વેક્સિનના 2 ડોઝ અને 10 વર્ષના બાળક એલિજિબલ ન હોવાથી વેક્સિનનો 1 પણ ડોઝ લીધો ન હોવાનું સામે આવ્યું છે.

14 દર્દીને ડિસચાર્જ કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં માર્ચ મહિનાથી આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 407 પહોંચી ચુક્યો છે જેમાં 373 ડીસચાર્જ થયા છે. આજે એક્ટિવ 34 કેસ પૈકી માત્ર 1 દર્દી હોસ્પિટલાઇઝ છે તેમની પણ તબિયત સ્ટેબલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે આજે 14 દર્દીને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…