રાજકોટમાં 9 કરોડના ખર્ચે બનેલી આધુનિક શાળા બની દવાઓનું ગોડાઉન, 3 વર્ષથી શાળા ધૂળ ખાય છે | A modern school built at a cost of 9 crores in Rajkot has become a medicine godown, the school has been eating dust for 3 years | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Modern School Built At A Cost Of 9 Crores In Rajkot Has Become A Medicine Godown, The School Has Been Eating Dust For 3 Years

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 9 કરોડના ખર્ચે આધુનિક શાળા બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ જાન્યુઆરી 2020માં કરવામાં આવ્યું હતું. પરંતુ મનપાની લાલિયાવાડીના કારણે હજુ પણ 9 કરોડના ખર્ચે બનેલી આ શાળા ધૂળ ખાઈ રહી છે. લોકાર્પણ બાદ ત્રણ વર્ષથી વધુનો સમય થઇ ગયો હોવા છતાં હજું અહીંયા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં કોરોના વખતથી આ શાળા જાણે આરોગ્ય વિભાગનો સ્ટોર રૂમ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શાળાના ક્લાસરૂમમાં દવાનો જથ્થો મુકવામાં આવ્યો છે.

ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવું આધુનિક બિલ્ડિંગ
રાજકોટ શહેરના નાના મવા રોડ પર રાજકોટ મનપા દ્વારા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવું આધુનિક બિલ્ડિંગ સાથે રૂપિયા 9 કરોડના ખર્ચે શાળા તૈયાર કરવામાં આવી છે જેનું લોકાર્પણ 21 જાન્યુઆરી 2020ના રોજ ગુજરાત રાજ્યના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે, આજ દિન સુધી આ શાળામા બાળકો અભ્યાસ કરવા આવી રહ્યા નથી કે નથી તો શાળામાં કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ત્યારે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી આ શાળા ક્યાં કારણો સર બંધ છે અને શા માટે ધૂળ ખાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે.

શાળાને દવાનું ગોડાઉન બનાવી દેવાયું
9 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ શાળાની આ હાલત અંગે કોંગ્રેસ નેતા સુરેશ બથવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજકોટના નાનામવા રોડ પર અદ્યતન ટેક્નોલોજી યુક્ત લાયબ્રેરી કોમ્યુટર લેબ સુવિધા સાથે શાળા કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે. જો કે, શાળા આજે બંધ હાલતમાં છે અને દવાનું ગોડાઉન બનાવી દીધું છે. શાળા અને ગોડાઉન ક્યારે એક ન હોય શકે તાત્કાલિક ગોડાઉન દૂર કરી શાળા શરૂ કરવી જોઈએ. આ વિસ્તારમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે જેઓને આ શાળા શરૂ થવાથી ફાયદો થઇ શકે છે.

વિદ્યાર્થીઓને સારી જગ્યાએ ભણવાનો હક મળતો નથી
આ સાથે તેમને વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માંગતી હોય તેવું પણ લાગી રહ્યું છે અને તેથી જ 9 કરોડના ખર્ચે બનાવેલી શાળા શરૂ કરવામાં તંત્રને રસ નથી. એટલું જ નહીં વિપક્ષનો એવો પણ દાવો છે કે, સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા પણ આ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ગરીબ વિદ્યાર્થીઓને તેમને સારી જગ્યાએ ભણવાનો હક મળતો નથી. જો આ શાળા શરૂ થાય તો અનેક ગરીબ બાળકોને ફાયદો મળી શકે તેમ છે.

કોરોનાને કારણે શાળા શરૂ થવામાં વિલંબ થયો
જો કે, બીજી તરફ તંત્રએ બચાવ કરતા જણાવ્યું હતું કે, શાળા શરૂ કરવા હજુ મંજૂરી મળી નથી. મંજૂરી માટે અરજી કરી દીધી છે અને આ વર્ષે મંજૂરી મળ્યા બાદ શાળા શરૂ કરી દેવામાં વધે. એટલું જ નહિં શાળા શરૂ ન થવા પાછળ કોરોનાને પણ જવાબદાર ગણાવી રહ્યુ છે. તંત્રનું કહેવું છે કે, લોકાર્પણ થયા બાદ કોરોના આવી ગયો. તેથી શાળા શરૂ થવામાં વિલંબ થયો.

ક્લાસરૂમમાં ભણાવવાની તમામ વ્યવસ્થાઓ
9 કરોડની શાળામાં કુલ 18 ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમમાં બાળકોને ભણાવવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો એક કોમ્પ્યુટર લેબ પણ છે. આ ઉપરાંત લાઈબ્રેરીની વ્યવસ્થા પણ આ શાળામાં કરવામાં આવી છે. તો બે સ્ટાફરૂમ અને એક પ્રિન્સિપાલ ચેમ્બર પણ તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…