પાટણ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
પાટણ જિલ્લામાં છેલ્લા એક માસથી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે અને દિવસે દિવસે કોરોનના કેસ માં વધારો થયો છે.ત્યારે આજે મંગળવારે કોરોનાના 4 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 6 સરસ્વતી 2,ચાણસ્મા 1 મળી કુલ 9 કોરોન કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 45 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 118 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
પાટણ જિલ્લામાં કોરોનના કેસ વધી રહ્યા છે ત્યારે આજે કોરોનાના 9 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરના શ્રમજીવી 32વર્ષના પુરુષ,ખોખરવાડામાં 56વર્ષની સ્ત્રી,નિર્મળ નગર 37વર્ષની સ્ત્રી, માધવનગરમાં 37વર્ષ પુરુષ,રામનગર 30 વર્ષ પુરુષ,બાલીસણામાં 10 વર્ષના બાળક સહિત સરસ્વતી તાલુકાના અબલુવા ગામે 70 વર્ષના પુરુષ ,પાલડીમાં 60વર્ષની મહિલા ચાણસ્માના મીઠીવાવડી 40વર્ષ પુરુષ ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો મંગળવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો 9 કેસ સામે આવ્યા હતા.
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 636 અને એન્ટીજન 279 મળી કુલ 915 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 6 પુરુષ અને 3 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 45 કેસ એક્ટિવ છે. જિલ્લામાં અત્યાર સુધી 118 કેસ નોંધાયા છે.15 લોકો સાજા થયા છે.