ગાંધીનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના સેકટર – 28 સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમ્યાન વિધાર્થીઓએ રૂમની બહાર મૂકેલા નવ મોબાઇલ ફોન ચોરાઈ જતાં કોલેજ પ્રશાસન દોડતું થઇ ગયું હતું. જોકે વિદ્યાર્થીઓના મોબાઇલનો કયાંય પત્તો નહીં લાગતા કોલેજના વાઈસ પ્રિન્સિપાલને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.
ગાંધીનગરના સેકટર – 28 સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ.રસીકભાઇ જીવનલાલ તન્નાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 10 મી એપ્રિલના રોજ સમર્પણ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષ સેમીસ્ટર્ડ બીજાની કોમર્સની એસ.પી.સી.સી. વિષયની પરીક્ષા 12 થી 1.30 કલાક દરમ્યાન રૂમ નંબર 101, 107 તથા 108 ખાતે રાખવામાં આવી હતી
જે પરીક્ષામાં કોમર્સના વિધ્યાર્થીઓએ ઉપરોકત વિષયની પરીક્ષા આપેલ હતી. આ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓની બેગ રૂમની બહાર રાખવામાં આવી હતી. જો કે પરીક્ષા પૂર્ણ થયા પછી અમુક વિધાર્થીઓની બેગમાંથી મોબાઇલ ચોરાઈ ગયા હતા. આ મામલે વિદ્યાર્થીઓએ વાઈસ પ્રિન્સિપાલને જઈને રજૂઆત કરી હતી. આથી તપાસ કરવામાં આવતા ચંદનકુમાર રાઠોડ, જયેન્દ્ર જયંતિભાઇ પરમાર, પરીમલ પુરુષોતમભાઈ પરમાર, દર્શલ સંજયભાઇ દરજી, દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, હીલ ધર્મેશભાઇ દેસાઇ, પ્રિયવંજસિંહ રણજીતસિંહ બારડ, મીતરાજસિંહ ઘન્શયામસિંહ બિહોલા તેમજ ક્રિષરાજસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલાની બેગમાંથી મોબાઇલ ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું.
આ મામલે કોલેજ પ્રશાસન દ્વારા કોલેજમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓનાં મોબાઇલનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ.રસીકભાઇએ 53 હજારની કિંમતના નવ મોબાઇલ ચોરી થયાની પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.