મહેસાણામાં સળંગ 900 મિનિટ સુધી 317 વક્તાનું વકતવ્ય | Speech of 317 speakers for 900 consecutive minutes in Mehsana | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

પર્યાવરણ બચાવોના અલગ અલગ વિષય પર 15 કલાકમાં એક પછી એક સળંગ 317 વક્તાના ત્રણ-ત્રણ મિનિટના વક્તવ્યની સ્પીચ મેરેથોન એશિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પામી છે. 317 વક્તાએ પર્યાવરણ સંરક્ષણ વિષય પર તેમનું 3 મિનિટનું મૌલિક વક્તવ્ય આપ્યું હતું. મહેસાણા રોટરી કલબ આયોજિત આ ઇવેન્ટમાં રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 સુધી અવિરત વક્તવ્ય ચાલ્યાં હતાં. મહેસાણા રોટરીએ પર્યાવરણ બચાવો વિશે સળંગ સૌથી વધુ વક્તાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

7 વર્ષના બાળકથી લઇને 82 વર્ષના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોએ પણ વક્તવ્ય આપ્યાં હતાં. સ્વસ્થ સમાજ નિર્માણ કરવા શહેરનાં અગ્રગણ્ય નાગરિકો સાથે એશિયા બુક રેકોર્ડ્સના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. પર્યાવરણ વિશે વક્તવ્યની આ નવી કેટેગરીમાં નવો રેકોર્ડ સ્થાપિત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم