પાટણ એલસીબીએ પીછો કરી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી, ઈંગ્લીશ દારૂની 900 બોટલ ઝડપાઈ | Patan LCB chased Innova car full of liquor and seized 900 bottles of English liquor | Times Of Ahmedabad

પાટણ7 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિની સાથે સાથે દારૂની બદીને ડામી દેવા જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા ચક્રો ગતિમાન બનાવવામાં આવ્યા છે. ત્યારે પાટણ એલસીબી ટીમ વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ઇનોવા ગાડીનો બાતમી ના આધારે ફિલ્મી ઢબે પીછો કરી ચાણસ્મા હાઇવે સર્કલ ઉપર કોર્ડન કરી ઝડપી લઈ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ/ટીન નંગ-908 કિંમત રૂ.1,00,920/- નો પ્રોહી મુદામાલ ઝડપી એક ઈસમની અટકાયત કરવામાં આવી છે.

આ બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશન લગતની ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એ.આર.પટેલ અને સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઇનોવા ગાડી નં-GJ-15-CB-3893 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ હોવાની હકિકત મળતા પાટણ ટી.બી.ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરતા ઉપરોકત હકિકત વાળી ગાડીનો ચાલક નાકાબંધી તોડી પાટણથી ચાણસ્મા તરફ ગાડી ભગાવતા તેનો પાટણ એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચાણસ્મા હાઇવે સર્કલ પાસે નાકાબંધી કરી પકડી પાડી હતી .

ગાડીના ચાલક વાઘેલા દિનેશસિંહ લેબસિંહ રહે નાદોત્રા તા.દાંતીવાડા જી.બનાસકાંઠાવાળાના ડ્રાઇવીંગ કબજા હેઠળની ઉપરોકત ગાડીમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બાન્ડનો વિદેશીદારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ- 908 કિંમત રૂ.1,00,920/- નો મુદામાલ તથા ઇનોવા ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.4,01,920/-નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم