Thursday, April 13, 2023

મહેસાણા શહેરીજનોને દોઢ મહિનામાં હરવા ફરવા વધુ એક બગીચો મળશે, સિંધિયા ગાર્ડનનું 95% કામ પૂરું | Mehsana city dwellers will get another garden to visit in one and a half months, 95% work of Scindia Garden completed | Times Of Ahmedabad

મહેસાણા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટીબી રોડ પર 51 લાખના ખર્ચે બનેલા ગાર્ડનમાં સીસીટીવી કેમેરા, યોગા સેન્ટર બનાવાયું

મહેસાણા શહેરના ટીબી રોડ વિસ્તારમાં સિવિક સેન્ટર નજીક વિશાળ જગ્યામાં રૂ.51 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે તૈયાર થઇ રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા ગાર્ડન પૂર્ણતાના આરે છે. આગામી દોઢ-બે મહિનામાં શહેરીજનો આ બગીચાનો ઉપયોગ કરી શકશે. નગરપાલિકા દ્વારા આ 9મા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શહેરના વોર્ડ નં. 9માં નગરપાલિકાના સરદાર પટેલ સિવિક સેન્ટર પાછળ રાજમાતા વિજયારાજે સિંધિયાના નામે તૈયાર કરાયેલા બગીચામાં સીસીટીવી કેમેરા, બાળકો માટે રમતગમતનાં સાધનો, વોકિંગ માટે વોકવે, યોગા સેન્ટર, ઔષધિય વન, મ્યુઝિક સિસ્ટમ, પીવાના પાણીનો આરઓ પ્લાન્ટ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધા ઊભી કરાઇ છે. હાલમાં લોન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. એકાદ મહિનામાં તમામ કામ પૂરું થયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાશે.

ઉલ્લેખનિય છે કે, સિટી-1માં અરવિંદ બાગ અને બિલાડી બાગ એમ બે બગીચા છે. જ્યારે સિટી-2 વિસ્તારમાં રાધનપુર રોડ સરદાર પટેલ બાગ, આંબાવાડી પાસે, સહકારનગર પાસે, ટીબી રોડ પરશુરામ ગાર્ડન, નાગલપુર બાગ અને જીઆઇડીસી નિરમા ફેક્ટરી પાસે બગીચો છે. રાજમાતા વિજયારાજે સિંધિયા બાગ 7મો બગીચો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.