- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- Absconding From Lalsahi Of Jamjodhpur Police Station For The Last One And A Half Years, Bagwadar Police Nabbed The Accused From Maldewari Nash Area.
પોરબંદર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

પોરબંદર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલની સુચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા આપવામાં આવેલી સુચના અન્વયે તથા બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એ.મકવાણાના માર્ગદર્શન હેઠણ સર્વેલન્સ સ્ટાફ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા મૌખીક સુચનાથી જાણ કરેલી કે જામજોધપુર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી બાધા નાથા કોડીયાતર (રહે.માલદેવારી નેશ તા.જી.પોરબંદર વાળો) દોઢેક વર્ષથી નાસતો ફરતો છે અને બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. જે અન્વયે માલદેવારી નેસ પાસે પહોંચતાં સામેથી એક શકમંદ ઇસમ આવતો હતો, જે પોલીસને જોઇ આડા અવળો થવા લાગતા તેના પર શંકા જતા મજકુર ઇસમને રોકી નામ પુછતા પોતાનું નામ બાઘા નાથા કોડીયાતર હોવાનું જણાવ્યું હતુ. આરોપીને જામજોધપુર પોલીસ સ્ટેશનના ગુન્હા અંગે પુછતા પોતે ગુન્હો કર્યો હોવાનું કબુલ કરી હતી. જેથી બગવદર પોલીસ સ્ટેશન મજકુર ઇસમને હસ્તગત કરી જામજોધપુર પોલીસ સ્ટેશન સ્ટાફને મજકુર ઇસમને સોંપી આપ્યો હતો.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
પીએસઆઈ એ.એ.મકવાણા તથા પો.હેડ.કોન્સ.બી.ડી.ગરચર તથા પોલીસ કોન્સ.જયમલ મોઢવાડીયા, દુલા ઓડેદરા અને વિપુલ ધલ રોકાયેલા હતા.