વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડમાં રૂપિયા 20 હજારની લાંચ માંગવાના ગુનામાં સંડોવાયેલા CGST ઇન્સ્પેક્ટર ગુરપિંદરસિંઘ મુખતિયાર સિંઘની વાપીની સ્પેશીયલ ACBની કોર્ટમાં આગોતરા જામીન અરજી નામંજૂર કર્યા બાદ વલસાડ ACBની ટીમે સતત નાસ્તા ફરતા આરોપીની પંજાબ અને વાપી ખાતેનાં સરનામેથી ધરપકડ કરવા વલસાડ ACBના ઇન્સ્પેક્ટર ડી એમ વસાવાએ CRPCની કલમ-70 મુજબનું ધરપકડ વોરંટ મેળવવા અરજી કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ACB એક્ટ હેઠળનાં વાપીનાં સ્પેશીયલ જજ કે જે મોદીએ CGST ઇન્સ્પેક્ટર સામે ધરપકડ વૉરંટ ઇસ્યૂ કરવાનો હુકમ કર્યો છે.

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં લેબર કોન્ટ્રાકટ પેઢી સંચાલીકની પેઢી ઘણા સમયથી પેઢી બંધ થઈ હોવાથી મહિલાએ SGST ભર્યો ન હતો. જેથી વાપી SGST કચેરીના સુપરિટેન્ડન્ટ અને SGST ઇસ્પેક્ટરે એકબીજાના મેણાં પીપળામાં લેબર કોન્ટ્રાક્ટર પેઢી સંચાલિકાને નોટોસ પાઠવી બાકી રહેલો ટેક્સ વ્યાજ અને નોટિસ સાથે SGST સાથે ટેક્સ ભરવા સૂચના આપી હતી. જેને લઈને મહિલાએ.SGST ભર્યા બાદ બંને અધિકારીઓએ કુલ રૂ. 20 હજારની માંગણી કરી હતી. જે આરોપીઓ આપવા માંગતા ન હોવાથી ACBનો ટીમનો સંપર્ક કર્યો હતો. ACB સુરતની ટીમે વાપી SGST અને સેન્ટર એક્સાઇઝ ભવન ખાતે આવેલી કચેરીમાં લાંચની રકમ સ્વીકારતા કચેરીના સુપરિટેન્ડન્ટ ઝડપાઇ ગયા હતા. જ્યારે ઇસ્પેક્ટર કચેરીમાં ન મળતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા વલસાડ ACBની ટીમે વાપીની સ્પેશ્યલ ACB કોર્ટમાં આરોપીની ધરપકડ કરવા માટે વોરંટ ઇશ્યુ કરવા અપીલ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના વાપી અને પંજાબના નિવસ્થાને સર્ચ કરવા અને ધરપકડ કરવા માટે વોરંટ ઇશ્યુ કર્યો છે. જેથી વલસાડ ACBની ટીમ વાપી અને પંજાબ જઈને આરોપીની ધરપકડ કરશે.