વલસાડ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુંદલાવ ખાતે આવેલી કેનેરા બેંકમાં ખાતે દરે લોન માટે અરજી કરી હતી. જે અરજી બેંકના અધિકારીને મળતા બેંકના અધિકારીએ લોન મંજુર કરવા રૂ. 20 હજારની માંગણી કરી હતી. લોનના લાભાર્થી બેંકના અધિકારીને લાંચ આપવા માંગતો ન હોવાથી બેંકના અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે આજે કેનેરા બેંકના અધિકારી વિરુદ્ધ લાંચનું છટકું ગોઠવ્યું હતુઁ અને તેમાં બેંકના કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે આવેલી કેનેરા બેંકમાં બેંકના ખાતેદારે લોનની અરજી મૂકી હતી. ડી.જે.નો રોજગાર ધંધો કરવા માટે બાજપાઇ બેંકેબલ યોજનામાંથી લોન મેળવવા સારૂ અરજી કરેલ. જે અરજી કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચી ખાતે ટ્રાન્સફર થઈ હતી, જેથી આરોપીનાએ ફરીયાદીના ઘરની વિઝીટ કરી ફરીયાદીને જણાવેલ કે, આ યોજનામાં તમને રૂપીયા એક લાખ જેટલી સબસીડી મળે છે. જેથી લોન પાસ કરાવી આપવાના મને રૂપીયા 20 હજાર વ્યવહાર પેટે આપવા પડશે જે લાંચની રકમ બેંક લોનનો લાભાર્થી લાંચિયા બેંકના કર્મચારીને લાંચ આપવા માંગતો ન હોવાથી બેંકના લાંચિયા કર્મચારી વિરુદ્ધ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે આજે ગુંદલાવ ખેરગામ રોડ ઉપર આવેલા આઈક્રીમની દુકાન સામે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી લાંચિયા કેનેરા બેંકના બ્રાન્ચ મેનેજર જગદીશચન્દ્ર ક્રિષ્ણચન્દ્ર મિશ્રાને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. વલસાડ ACBની ટીમે સફળ ટ્રેપ થતા બેંકમાં કામ કરતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.