ભરૂચ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

યુપીના આઝમગઢ મન્ચોહા અને હાલ મુંબઈના પનવેલ ખાતે રહેતા શિવલાલ કેવલરામ યાદવ ગત તારીખ-6થી એપ્રિલના રોજ મુંબઈથી કેમિકલ ભરી આઈશો ટેંક ગાડી નંબર-ડી.ડી.૦૧.જી.૯૬૭૨ લઇ વડોદરા ખાતે ગયો હતો. જે ત્યાંથી કેમિકલ ખાલી કરી પરત મુંબઈ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા ગામ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રેલર ચાલકે બ્રેક કરતા આઈશો ટેંક ગાડી ભટકાઈ હતી. જે બાદ બંને વાહનો માર્ગની બાજુમાં ખસેડવામાં આવ્યા હતા તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પો નંબર-જી.જે.૧૫.એ.વી.૬૪૫૪ ટેમ્પો આઈશો ટેંક ગાડી પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફસાઈ ગયેલ કલીનર મહેશ ડાહ્યાભાઈ હરીજનનું ઘટનાસ્થળે ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…