વાપીના છીરી વિસ્તારમાં બનેલી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ પુરા થતા જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલાયા | Accused involved in the incident in Chiri area of Vapi sent to judicial custody after completion of remand | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં એક ફેલટમાં રહેતી એક પશ્ચિમ બંગાલની મહિલાની હત્યા 18 એપ્રિલના રોજ થઈ હતી. તે કેસમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ વ઼ડે પશ્ચિમ બંગાલના 2 યુવકની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક 20 વર્ષીય યુવતી તેના પિતા સાથે દવાખાને જઈ રહી હતી. ત્યાંથી યુવતીનું અપહરણ કરીને વાપી છીરી ખાતે મહિલા પાસે લાવીને યુવતી પાસે આરોપીઓ દેહ વેપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. યુવતીને વાપી નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ અને દમણની હોટલોમાં યુવતી સાથે દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં વાપીની ડુંગરા પોલીસની ટીમે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓને કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓના 28 એપ્રિલ સુધી રિમાન્ડ વાપી કોર્ટમાંથી પોલીસે મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતા બંને આરોપીઓને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

વલસાડ જિલ્લાના વાપીના છીરીના રણછોડ નગરમાં રહેતી એક પશ્ચિમ બંગાલની મહિલા બીલ્કીશ મંડલના ફ્લેટમાં 18 એપ્રિલના રોજ લૂંટના ઇરાદે હત્યા થઈ હતી. ઘટનાની જાણ ડુંગરા પોલીસને થતા ડુંગરા પોલીસે LCB અને SOGની ટીમની મદદ લઈને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ વડે ગણતરીના દિવસોમાં પશ્ચિમ બંગાલના 2 યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા બંને યુવકોને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત જારી હતી. વલસાડ જિલ્લા પોલીસે વધુ પૂછપરછ કરતા એક મહિના પહેલા પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ મથક હદ વિસ્તારમાં પિતા સાથે દવાખાને જતી 20 વર્ષની યુવતીનું અપહરણ કરીને આરોપીઓ વાપીના છીરી ખાતે લાવ્યા હતા. છીરીના રણછોડ નગરમાં આવેલા ગાયત્રી કોમ્પ્લેક્ષ ખાતે રહેતા મૂળ પશ્ચિમ બંગાલના બીલ્કીશ મંડલ પાસે લાવ્યા હતા. આરોપીઓ અપહરણ કરીને લાવેલી યુવતી પાસે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસ અબે દમણ ખાતે આવેલી હોટલોમાં દેહ વેપાર કરાવતા હોવાની કબૂલાત કરી હતી.

વલસાડ જિલ્લા પોલીસે યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી બચાવી હતી. સાથે કેસમાં સંડોવાયેલા આરોપીઓ બહાઉદ્દીન ઉર્ફે રાજુ શાહીદુલ્લ મંડલ અને સમીર ઉર્ફે અમિત હનીફ મંડલને આજે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ દરમ્યાન ડુંગરા પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓના રિમાન્ડ પુરા થતા બંને આરોપીઓને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

જે દરમ્યાન યુવતીના પરિવારના સભ્યો પશ્ચિમ બંગાળ પોલીસ સાથે ડુંગર પોલીસ મથકે આવતા પરિવારના સભ્યોને યુવતી સોંપવામાં આવી હતી. પરિવારના સભ્યોએ ગુજરાત પોલીસ, વલસાડ જિલ્લા પોલીસ અને વાપી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. યુવતીને પરિવારને સોંપી જરૂરી કાર્યવાહી કરી ડુંગરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ફરી છે

Previous Post Next Post