રાજકોટ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ ફોટો
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના ચકચારી આપઘાત કેસ મામલે આરોપી સરકારી વકીલ હાઇકોર્ટમાં કરેલી પિટિશન પાછી ખેંચી લીધી છે.
20 પાનાની સુસાઈડ નોટ પરથી ભેદ ખુલ્યો
આ ચકચારી મહંત આપઘાત કેસમાં ગુનો પ્રથમ મહંત જયરામદાસનું કુદરતી મોત બતાવી અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા અને અસ્થિ ગંગામાં પધરાવી દીધા બાદ મહંતે લખેલી 20 પાનાંની સુસાઈડ નોટ મળી આવતા ગુનો દાખલ થયો હતો. જેમાં મહંતના જ ભત્રીજા પેઢાવાડાના અલ્પેશ પ્રતાપ સોલંકી, પ્રશ્નાવડાના હિતેષ લખમણ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના વિક્રમ દેવજી સોહલા સામે ગુનો નોંધ્યો હતો.
કોર્ટમાં પિટિશન પાછી ખેંચી
આ ઉપરાંત ડૉ. નિમાવત અને મદદનીશ સરકારી વકીલ રક્ષિત ક્લોલા સામે પણ પુરાવાના નાશ કરવા સહિતની કલમો હેઠળ આરોપી બનાવાયા હતા. કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ થયા પછી સરકારી વકીલે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન ફાઈલ કરી હતી. સંભવત: આ પિટિશન રદ થાય તેવી શક્યતાઓ જોતા સરકારી વકીલે આ પિટિશન હાઇકોર્ટમાંથી વિડ્રો કરવા પરમિશન માંગી હતી. કોર્ટે વિડ્રોને મંજૂરી આપતા તેની પિટિશન પાછી ખેંચાઈ ગઈ છે.

સરકારી વકીલ રક્ષિત ક્લોલા
ટિકડા ખાઈને જીવન ટૂંકાવ્યું
ઉલ્લેખનિય છે કે, મહંતે પશુને આપવાના ટિકડા ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જેમાં તેના ભત્રીજા પાસે 2 દીકરીના 6 વીડિયો છે. એનો દુરુપયોગ બ્લેક મેઈલ કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો. મહંતનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો હતો





