બનાસકાંઠા (પાલનપુર)9 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ. એ.જે. દેસાઇના વરદહસ્તે પાલનપુર કોર્ટ સહિત રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં લીગલ એડ ડિફેન્સ કાઉન્સીલ ઓફિસોનો વર્ચ્યુઅલી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા અદાલતના ન્યાયધીશઓ અને લીગલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ અંગે બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ પી. પી. શાહએ જણાવ્યું કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરેટી નાલ્સા અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરેટી સાલ્સાના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે તેમજ બીજા 11 જિલ્લામાં લીગલ એડ ડીફેન્સ કાઉન્સીલ એલ.એ.ડી.સી.ની ઓફીસ શરૂ કરવામાં આવી છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને મફત કાયદાકીય સહાય મળી રહે માટે ઓફિસ શરૂ કરવામાં આવી છે.
જેમાં ચીફ લીગલ એડ ડીફેન્સ કાઉન્સીલ, ડેપ્યુટી ચીફ લીગલ એડ કાઉન્સીલ અને આસીસ્ટન્ટ લીગલ એડ કાઉન્સીલની નિમણુંક કરવામાં આવેલી છે. જેઓ એલ.એ.ડી.સી.ની ઓફીસમાં આવતા વ્યકિતઓને કાયદાકીય સલાહ અને મદદ તેમજ ફોજદારી કેસો મેજીસ્ટ્રેટની કોર્ટ કે સેસન્સ કોર્ટમાં હાજર થઈ ચલાવવાના તેમજ રીમાન્ડ તેમજ જામીન અરજીની કામગીરી કરવાની તેમજ ધરપકડ પહેલાં કાયદાકીય સલાહ આપવાની વિગેરે કામગીરી કરશે.