વલસાડ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતની કોર્ટમાં હાજરી આપવા આવી રહેલા કોંગ્રેસના રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસી કાર્યકરો સુરત પહોંચી રહ્યા હોવાના સમાચાર પોલીસને મળતા તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસને એલર્ટ કરીને કાર્યકરોને ડિટેઇન આદેશ કરવામાં આવ્યા હતા. જેને પગલે વલસાડ જિલ્લા પોલીસે બગવાડા ટોલ નાકા ઉપરથી કાર્યકરોને પરત કર્યા હતા.

સુરત પહોંચી કોંગ્રેસી કાર્યકરો હોબાળો ન મચાવે તેમજ કોઈ ધરણા પ્રદર્શન સહિત આંદોલન ન થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે મુંબઈથી સુરત પહોંચતા કોંગ્રેસી કાર્યકરો વલસાજ જિલ્લા પોલીસે બગવાડા ટોલ નાકા ઉપરથી કાર્યકરોને પરત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે…