Tuesday, April 25, 2023

અડાલજ પોલીસને ચકમો આપી પોક્સોનો આરોપી પલાયન, દાહોદથી પકડી લાવ્યાને પોલીસ સ્ટેશન નજીક પહોંચતા જ ગાડીમાંથી ભાગી ગયો | Adalaj evades police, pox accused flees, flees from car as soon as he approaches police station after being nabbed by Dahod | Times Of Ahmedabad

ગાંધીનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના ભાટ ગામની સગીરાને ભગાડી જવાના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો પોકસોનાં આરોપીને દાહોદથી પકડી અડાલજ પોલીસ પરત ફરી રહી હતી. એ દરમ્યાન પોલીસ સ્ટેશનથી થોડેક દૂર બમ્પ આવતાં ગાડીને ધીમી પાડવાની ફરજ પડી હતી. એજ ઘડીએ પોલીસને હાથતાળી આપીને પોકસોનો આરોપી ફરાર થઈ જતાં પોલીસે ચારેકોર દોડધામ કરી મુકી છે.

ગાંધીનગરનાં અડાલજ પોલીસ સ્ટેશનથી થોડેક દૂર પોકસોનો આરોપી ગાડીમાંથી નાસી જતાં છેલ્લાં ચોવીસ કલાકથી પોલીસની ઉંઘ હરામ થઇ ગઈ છે. એકાદ વર્ષ અગાઉ ભાટ ગામની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી દાહોદનો શખ્સ ભગાડી લઈ ગયો હતો. આ મામલે અડાલજ પોલીસ મથકમાં પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીનું કયાંય પગેરૂ મળતું ન હતું. આથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે તપાસનો દોર ચાલુ રાખ્યો હતો. એ દરમ્યાન બાતમી મળી હતી કે, પોકસોનો આરોપી દાહોદમાં છે. જેનાં પગલે એક પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓ દાહોદ પહોંચી ગયા હતા.

જ્યાંથી માંડ માંડ આરોપીને દબોચી લઈ પોલીસ ટીમ પરત ગાંધીનગર ફરી હતી. છેક દાહોદથી ગાંધીનગર આવી પહોંચ્યા ત્યાં સુધી કોઈ વાંધો આવ્યો ન હતો. પરંતુ અડાલજ પોલીસ સ્ટેશન પહોંચવાની ગણતરીની મિનિટો બાકી હતી. ત્યારે થોડેક દૂર રોડ ઉપર બમ્પ આવતાં પોલીસ જીપનાં ડ્રાઇવરે ગાડી સહેજ ધીમી પાડી હતી.

જેનો લાભ ઉઠાવી દરવાજો ખોલીને આરોપી નાસી છુટયો હતો. જેને પકડવા પોલીસે દોટ પણ લગાવી હતી. પરંતુ આરોપી ઝાડી ઝાંખરામાં થઈને પલાયન થઈ ગયો હતો. આ બનાવની જાણ ઉપરી ઉપરી અધિકારીને કરી આસપાસના વિસ્તારમાં ઘનિષ્ઠ શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી.