Saturday, April 1, 2023

સરથાણા ઝોનની વહીવટી બિલ્ડીંગ બે વર્ષથી બનીને તૈયાર હોય તેને કાર્યરત કરવા રજૂઆત | The administration building of Sarthana zone has been ready for two years and it is recommended to make it operational | Times Of Ahmedabad

11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સરથાણા વહીવટી ભવન કાર્યરત કરવા રજૂઆત - Divya Bhaskar

કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સરથાણા વહીવટી ભવન કાર્યરત કરવા રજૂઆત

પાલિકાની સેવાઓ મેળવવા તેમજ રજૂઆતો અંગે કરોડોના ખર્ચે સરથાાણા વટીભવનનું નિર્માણ કરીને બે વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ વહીવટીભવન વણવપરાયેલ પડી રહ્યો છે.

લોકોની હાલાકી કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ યથાવત

બે ઝોન બન્યા બાદ અને વર્ષ 2020માં સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા 27 ગામો પૈકી 10 ગામો વેલંજા, ઉમરા, કોળીભરયાણા, અબ્રામા, કઠોર, પાસોદરા, કઠોદા, લસકાણા, વાલક, ભાદાનો સમાવેશ વરાછા ઝોન-બી (સરવાજા) માં સમાવેશ થતા સદર ઝોનના વિસ્તાર અને કર્મચારીઓની સંખ્યામાં વધારો થવા છતાં નવા વહીવટીભવનના અભાવે જૂના વહીવટીભવન ખાતે લોકોને તેમજ કર્મચારીઓને પુરતા સ્પેશના અભાવે કામગીરી કરવામાં અને સેવાઓ મેળવવામાં ખુબ જ દુરથી આવવું પડતું હોય છે તેમજ એક જ મુલાકાતમાં લોકોના કામો થતા નથી જેથી લોકોને ખુબ જ તકલીફો વેઠવી પડી રહી છે છે. તેમજ ઝોનમાં ખુબ જ ગરદી તથા ગીચતામાં વધારો થતા યોગ્ય ડીસ્ટન્સ પણ જળવાનું નથી.

શાસકોને જગાડવા જરૂરી છે : વિપક્ષ

સુરત કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે બંને ઝોનની કામગીરી જૂના વહીવટી ઝોન ખાતેથી થતી હોવાથી સમગ્ર ઝોનમાં ઠેર ઠેર કબાટો, જુના રેકોર્ડના પોટલાઓ જોવા મળે છે અને પ્રજાને રજુઆત કરવા આવતા વેઈટીંગમાં બેસવા માટે પુરતી વ્યવસ્થા રહેતી નથી. તેમજ કર્મચારીઓ તેમજ કામદારો ફિલ્ડ પરથી આવતા હોય છે. તેઓના બેસવા માટે પણ જગ્યાનો સદંતર અભાવ વર્તાય રહેલ છે.જેની સામે કરોડોના ખર્ચે બનાવેલું નવું વહીવટીભવન વપરાશ વગર ધુળ ખાઈ રહેલ છે. ત્યારે આપશ્રી ધ્વારા નવી વહીવટીભવનનો સત્વરે ઉપયોગ શરૂ કરાવી પ્રજા અને કર્મચારીઓને સુવિધા મળી રહે ત્યાંથી આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.