જાપાનના કૃષિ, વનીકરણ અને મત્સ્યોદ્યોગ મંત્રાલયની ટીમે સહયોગી કાર્ય માટે સરદાર પટેલ યુનિવર્સિટીના AERCની મુલાકાત લીધી | A team from the Ministry of Agriculture, Forestry and Fisheries of Japan visited AERC of Sardar Patel University for collaborative work. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Team From The Ministry Of Agriculture, Forestry And Fisheries Of Japan Visited AERC Of Sardar Patel University For Collaborative Work.

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટરની જાપાનના કૃષિ, વનીકરણ અને મત્સ્યોદ્યોગ મંત્રાલયની ટીમે સહયોગી કાર્ય માટે AERC ની મુલાકાત લીધી હતી. કૃષિ, વનસંવર્ધન અને મત્સ્યઉદ્યોગ મંત્રાલયની જાપાનીઝ ટીમમાં હોસાકા શુન (સચિવ – ખાદ્ય અને કૃષિ, આર્થિક વિભાગ, જાપાન એમ્બેસી- MAFF, જાપાન), ઇડા સતોરુ (નિયામક, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન -જેટ્રો, અમદાવાદ) અને રાજેશ ભાટિયા (આસિસ્ટન્ટ જનરલ મેનેજર, સોલિડેરીદાડ નેટવર્ક -આંતરરાષ્ટ્રીય નાગરિક સમાજ સંગઠન) હતા.

મહત્વનુ છે કે આ બંને સંસ્થા દ્વારા ભારત અને જાપાન માં સહયોગી કાર્ય હાથ ધરવામાં આવશે. ટીમે AERC માં કરવામાં આવતા ગુણવત્તાયુક્ત કાર્ય, સંશોધન અભ્યાસ પૂર્ણ અને પ્રગતિ વિશે માહિતી મેળવી હતી. જાપાનની ટીમે AERC દ્વારા ભારતના વડાપ્રધાન કાર્યાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રજુ કરવામાં આવતી નીતિ સંક્ષિપ્ત અને નીતિ ચેતવણીઓ વિશે જાણકારી મેળવી હતી કે જે સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચર, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ દ્રારા સમયાંતરે પ્રકાશિત કરવામાં આવે છે. આ ટીમે, 7 મી જુલાઈ, 2022 ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં UGC દ્વારા NEP-2020 અંર્તગત દેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓની સભામાં ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ-આર્થિક સંશોધન કેન્દ્ર, સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયેલ ગ્રામીણ વિકાસ પર કરેલા સંશોધન કાર્યો માટે પ્રશંસા કરી હતી તેની પણ જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત જાપાનની ટીમે એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટરની ટીમ સાથે ‘જોઈન્ટ મોડલ ફાર્મ’ પર ભાવિ સહયોગ વિશે ચર્ચા કરી છે જે સામૂહિક અસરના અભિગમના ખ્યાલ પર આધારિત છે. SEWA દ્વારા ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા અપનાવવામાં આવેલી જાપાનીઝ ખેતી પદ્ધતિની અસરકારકતાની ચર્ચા કરવામાં આવી છે જેમાં 18 સંબંધિત જાપાનીઝ કંપનીઓ સામેલ છે. ચેરી ટામેટાં, કાકડી અને કોબીજના બીજથી લઈને ખેતરમાં વપરાતી ટપક સિંચાઈ, ખેત પેદાશોને પેકિંગ કરવા માટે વપરાતી પેકેજિંગ સામગ્રી અને ઉત્પાદનના પરિવહન માટે કુલર બોક્સ, આ પ્રોજેક્ટમાં બધું જ જાપાન કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.

આ ઉપરાંત ટીમ જાપાન એ જાપાનમાં AERC અને અન્ય હિતધારકો, સંબંધિત કંપનીઓ સાથે સંયુક્ત મોડલ ફાર્મ હાથ ધરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ઉદ્દેશ્ય જાપાનની ઉત્કૃષ્ટ કૃષિ ટેક્નોલોજી અપનાવવા દ્વારા પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરવાનો છે. જાપાની મશીન અને સંકલિત જંતુ વ્યવસ્થાપન પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી અને ખેડૂતોની આવકમાં સુધારો કરવા માટે સંભવિત પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. AERC એ અનૌપચારિક ક્ષેત્રની મહિલા કામદારો અને પરિપત્ર ફૂડ સિસ્ટમ્સ ઇકોનોમી, ફૂડ વેસ્ટેજ, એગ્રી-વેસ્ટ મેનેજમેન્ટ, ટકાઉ કૃષિ પર ભાવિ કાર્યની દરખાસ્ત કરી હતી. ટીમ જાપાન એ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. નિરંજન પટેલ, યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ, સાથે પણ મુલાકાત કરી હતી અને એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવનાર સંયુક્ત મોડલ ફાર્મ સહિતની સહયોગી પ્રવૃત્તિઓમાં ભાવિ પગલાં ચર્ચા કરી હતી. ડૉ. એસ.એસ. કલમકર, AERC ના નિયામક અને પ્રોફેસર, ડૉ. કિંજલ આહિર, અર્થશાસ્ત્ર વિભાગના વડા, અર્થશાસ્ત્ર વિભાગ અને એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટરના સ્ટાફે ટીમ જાપાન સાથે વાર્તાલાપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…