Saturday, April 22, 2023

અમરેલી જિલ્લા સેવા સદનથી સિવિલ હોસ્પિટલ સુધીનો રોડ તોડ્યા બાદ હજુ સુધી નવો ન બનાવાયો, સ્થાનિકો પરેશાન | After breaking the road from Amreli District Seva Sadan to Civil Hospital, the new one has not yet been constructed, the locals are upset. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • After Breaking The Road From Amreli District Seva Sadan To Civil Hospital, The New One Has Not Yet Been Constructed, The Locals Are Upset.

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી શહેરમાં આવેલ અમરેલી જિલ્લા સેવા સદનથી સિવિલ હોસ્પિટલ સુધી નગર પાલિકા દ્વારા રોડ બનાવામાં આવ્યા હતા તે રોડમાં નબળી કામગીરીના કારણે છથી આઠ મહિના પહેલા એક સાઇડ રોડને તોડી અને નવો બનાવવામા આવેલો હતો અને હાલ બીજી સાઈડ ઘણા સમય પહેલા તોડી નાખવામા આવેલ છે, પરંતુ હાલ અત્યારે રોડનું કામ બંધ રાખવામા આવેલું છે. રોડ તોડ્યા પછી કામ બંધ રાખવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે નગરપાલિકા દ્વારા આ રોડ તોડી નાખ્યા બાદ હજુ સુધી કેમ બનાવામાં આવ્યો નથી. અનેક સવાલો નગરપાલિકા સામે ઉઠી રહ્યા છે. તો કયા કારણોસર આ રોડનું કામ બંધ રાખવામાં આવેલું છે. તેમ વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવી રોષ વ્યકત કર્યો હતો. જો પાલિકા દ્વારા આમ જ રોડ બનાવી ફરી તોડી નાખવામા આવશે. તો ફરીવાર પૈસાનો બેફામ વેડફાટ થતો હોય તેવું જોવા મળશે અમરેલીમાં આવા વિકાસના કામો કેટલીક જગ્યાએ થતાં હોય છે પરંતુ મોટાભાગે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે.

સતત વાહનોથી દોડતો આ અતિ મહત્વનો માર્ગ છે
આ રોડ પર અમરેલી સિવિલ હોસ્પિટલ જનસેવા કેન્દ્ર મદદ કાર્યાલય જિલ્લા ભાજપ કાર્યાલય, સાંસદ કાર્યાલય, વિવિધ સરકારી કચેરીઓ તેમજ રાજકીય કાર્યાલય આવેલી હોવા છતાં અહીં રોડ ની હાલત અતિ ખરાબ છે જનસેવા કેન્દ્રમાં ઘણા લોકોની અવર જવર રહેતી હોય છે જેના કારણે લોકોને ખરાબ રોડનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે અહી રોડ બનાવામાં તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અમરેલી કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ જણાવ્યું હતું અહીં પેલા રોડ તોડી નાખ્યો અને હવે કામ છોડી દીધું છે જ્યારે અમરેલી શહેરની જનતાએ ખોબ્લે ખોબલે મત આપ્યા છે હાલમાં પાલિકા દ્વારા રોડ ખોદેલો છે તેમ છતાં પાલિકાનું પેટનું પાણી હલતું નથી જેના કારણે લોકો અહીં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: