વાપીના બાલીઠા ખાતે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો, પોલીસે આરોપીની અટકાયત કરી | After a general brawl broke out at Balitha in Vapi, the case escalated to murder, police arrested the accused. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલિઠા ખાતે રહેતા સચિન રાજુભાઇ પટેલ તેના પિતરાઈ ભાઈના પ્રેમ સંબંધથી નારાજ હતા. સચીને તેના નાના ભાઈ શીલ્પેશને તેને સમજાવવા સાથે આવવા જણાવ્યું હતું. શીલપેશે ના પાડતા મોટાભાઈ સચિને શીલ્પેશને લોખંડના પાઇપ અન્ય હથિયારો વડે માર મારી નાના ભાઈની હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે રહેતા સચિન રાજુભાઇ પટેલ તેના પરિવાર સાથે રહે છે. તેના પિતરાઈ ભાઈના પ્રેમ પ્રકરણથી નારાજ સચિને પટેલે સમજાવવા જવાનું વિચારી લીધું હતું. લોખંડના પાઇપ અને અન્ય સાધનો લઈને સચિન તેના નાના ભાઈ શીલ્પેશ પાસે પહોંચ્યો હતો. અને શીલ્પેશને તેની સાથે પિતરાઈ ભાઈને સમજાવવા જાવા માટે સાથે આવવા જણાવ્યું હતું. શીલ્પેશ પટેલે મોટાભાઈ સચિન સાથે જવાની ના પાડી હતી. અને તેમના પરિવારનો પ્રશ્ન છે. તેમાં ન જાવા જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા સચિને શીલ્પેશ ઉપર લોખંડના પાઇપ વડે શરીરે અલગ અલગ જગ્યાએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી શીલ્પેશને ઘાયલ કર્યો હતો. બુમાબુમ થતા પરિવારના સભ્યો અને પાડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોએ શીલ્પેશને લોહી લુહાણ હાલતમાં જોઈને 108 અને વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસે અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા શીલ્પેશને થયેલી ગંભીર ઇજાઓને લઈને લોહી વહી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વાપી ટાઉન પોલીસની ટીમે ઘટના અંગે પરિવારના સભ્યો અને પાડોશીઓના નિવેદન નોંધી ઘટના ક્રમ જાણી પરિવારના સભ્યોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

أحدث أقدم