- Gujarati News
- Local
- Gujarat
- Surat
- After Gold And Silver, Now Diamond encrusted Frames With Innovative Designs Are Ready, Diamond encrusted Teeth That Will Make Anyone’s Eyes Dazzle If They Smile.
સુરત33 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતના જવેલર્સ વેપારી દ્વારા ડાયમંડના દાંતના ચોકઠા તૈયાર કરવામાં આવ્યા
લો ડાયમંડના ચોકઠા તૈયાર
હવે હસો તો કોઈ ની પણ આંખ અંજાઈ જશે તેવા દાતનાં હીરાજડિત ચોકઠાં તૈયાર થયા, ચોકઠામાં ખોપરી ,એકે 47, દિલ, બંદૂકની ડિઝાઈનો પણ બનાવાય
ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરતના વેપારીઓ ડાયમંડ માંથી અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. સુરતના વેપારીએ ન માની શકાય તેવી વધુ એક વસ્તુ ડાયમંડમાંથી બનાવી છે. દાંતના ચોકઠા પણ જુદા જુદા પ્રકારના ડાયમંડમાંથી બનાવવામાં આવી રહ્યા છે.અને તેનો વિદેશો માંથી ઓર્ડર આવી રહ્યા છે. સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પાસે દાતના ચોકઠાના બીબાની ડિઝાઇન મોકલવામાં આવે છે અને તેના આધાર પર ડાયમંડ સાથેના ચમકદાર દાંત બનાવાઈ રહ્યા છે.જેની કિંમત 25લાખ સુધીની છે.
સુરતના જવેલર્સ વેપારીઓએ ચમદાર ચોકઠા બનાવ્યા
લો બોલો ડાયમંડમાંથી બુટ્ટી,વીંટી , ગાળા નો હાર,ચેઈન કે પછી શરીર પર શોભા આપતી જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનતી જોઈ છે. તે ઉપરાંત આ ડાયમંડ ના ઉપયોગ બેલ્ટ મોબાઈલ ના કવર કે ધડિયાલ માં પણ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું છે અને સાંભળ્યું પણ છે. પરંતુ તમે બોલો કે હસો ત્યારે તમારા દાંત પણ જો ડાયમંડથી ચમકે એવું જોયું કે સાંભળ્યું ન હશે. પણ સુરતના વેપારીઓએ એ પણ કરી બતાવ્યું છે. સુરતમાં દાંતના આખાને આખા ચોકઠા જુદા જુદા વિવિધ પ્રકારના નાનામાં નાના ડાયમંડ થી તૈયાર થઈ રહ્યા છે.
સોના-ચાંદી બાદ હવે ડાયમંડના દાત
દાંત તૂટી જાય કે દુખાવાને લઈ કાઢવો પડે એવા સંજોગોમાં કાંઈક નવું કરવા ઈચ્છતા લોકો ચાંદીમાં કે સોનામાં દાંત બનાવડાવીને ફીટ કરાવતા હતા પરંતુ હવે તો આખાને આખા દાંત અને ચોકઠા ડાયમંડમાંથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.સિલ્વર, ગોલ્ડ, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, મોઝોનાઈટ ડાયમંડનો ઉપયોગ દાંતના ચોકઠા બનાવવામાં આવી રહ્યા છે.
1500થી 2000 નંગ ડાયમંડ વપરાય છે
સોના-ચાંદી, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અને મોઝોનાઈટ ડાયમંડમાંથી બનેલા દાંતના ચોકઠાં સુરતના જ્વેલર્સ દ્વારા મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહ્યાં છે.જેની કિંમત 25 લાખ રૂપિયા સુધી છે. ચોકઠાંમાં 16 દાંત સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવે છે અને 1500થી 2000 નંગ ડાયમંડ લગાવવામાં આવે છે. જેમાં 10, 14 અને 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
ચોકઠાં ની વિશેષ ખાસિયત
ડાયમંડ માંથી બનાવેલા ચોકઠાની ખાસિયત પણ ખૂબ જ વિશેષ અને યુનિક છે.જેવી રીતે વિંટી, નેકલેસ કે, પછી કાનની બુટીને ગમે ત્યારે પહેરી કે કાઢી શકાય તેવી જ રીતે આ ચોકઠાં પણ ગમે ત્યારે પહેરી કે કાઢી શકાય છે.એટલું જ નહીં આ ચોકઠાં પહેરીને ખાઈ પણ શકાય છે.
ચોકઠાં તૈયાર કરતા 20 દિવસ થાય છે
સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર પાસેથી બનાવવામાં આવતા આ ડાયમંડ ના ચોકઠા તૈયાર કરવામાં ઓછામાં ઓછા 20 દિવસ જેટલો સમય લાગે છે. ચોકઠા ની ડિઝાઇન આવ્યા બાદ તેમાં સોના ચાંદી પર કામ કરવામાં આવે છે અને ત્યારબાદ ગ્રાહકની ડિમાન્ડ મુજબ ના ડાયમંડ સાથેનું ચોકઠું તૈયાર કરવામાં આવે છે.
ડાયમંડના ચોકઠાની વિદેશથી વધુ માંગ
સુરતમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડના દાંતના ચોકઠા ની માંગ વિદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જવેલર્સ વેપારી સુધીર શાહે જણાવ્યું હતું કે વિદેશથી ડાયમંડ ના ચોકઠા માટે સુરતના વેપારીઓને ઓર્ડર આવી રહ્યા છે. અમેરિકા, યુકે, નેધરલેન્ડ્સ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આવા ચોકઠાના ઓર્ડરો આવે છે.
વિદેશથી ગ્રાહકો જ દાંતના ચોકઠાંના બીબાં મોકલે છે
સુરતના જ્વેલર વેપારી સુધીર શાહે જણાવ્યું હતું કે અમારી પાસે અલગ અલગ દેશોમાંથી ઓર્ડર આવે છે. આ હીરા જડિત દાંતના ચોકઠાં બનાવવા માટે વિદેશના ગ્રાહકો દ્વારા પીઓપી અથવા સિરામિકમાંથી પોતાના દાંતના ચોકઠાંનું બીબુ બનાવડાવે છે.અને આ બીબાં સુરત મોકલવામાં આવે છે.અને ત્યાર બાદ બીબા મુજબ ડિઝાઈન કરીને ડાયમંડ સાથેના ચોકઠા બનાવવામાં આવે છે.
લોકો દાંતમાં વિવિધ ડિઝાઈનો પણ કરાવે છે
મહત્વની વાત તો એ છે કે આ ડાયમંડ ચોકટા માં વિવિધ પ્રકારની ડિઝાઇનો પણ કરવામાં આવી રહી છે. માત્ર હીરા જડિત ચમકતા દાંત જ સુરતના વેપારીઓએ બનાવવામાં મહારત હાઇલ નથી કરી પરંતુ દાંતના ચોકઠામાં ક્યારેક કલ્પના પણ ના કરી હોય તેવી ડિઝાઇનો બનાવડાવી આપે છે.વેપારીઓ પાસે દાંતના ચોકઠાંમાં મિનાકારીગરી અને કસ્ટમાઈઝ્ડ પણ કરાવવામાં આવે છે.જ્યારે અમુક ગ્રાહકોતો દાંતમાં પિસ્તોલ, ખોપરી, એકે 47, પંતગિયા, દિલ સહિતની ડિઝાઈન પણ માંગે છે.અને વેપારીઓ તે ડિમાન્ડ પૂરી પણ કરી આપે છે.ત્યારે સોનાના દાંતમાં ગ્રાહકો જે પ્રકારની ડિઝાઈન માંગે તે પ્રકારની ડિઝાઈન જ્વેલર્સ દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે.
કિંમત 5થી 25 લાખ સુધીની હોય છે
જવેલર્સ વેપારી સુધીર શાહે વધુમાં જણાવ્યું હતું કે ચોકઠાં તૈયાર કરવામાં ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે નેચરલ ડાયમંડ, લેબગ્રોન અને મોઝોનાઈટ ડાયમંડ જડવામાં આવે છે. સિલ્વર અને મોઝોનાઈટ ડાયમંડના 16 દાંતનું ચોકઠું 1 લાખ રૂપિયા, ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડનું ચોકઠું 5 લાખ અને નેચરલ અને સોનામાંથી બનાવેલું ચોકઠું 20થી 25 લાખ સુધીમાં બને છે. જેનું વજન 25 ગ્રામથી 40 ગ્રામ સુધી હોય છે.