ગોધરાના વાવડી બુઝર્ગ ગામમાં આવેલા વર્ષો જૂના રસ્તાને ફેન્સીંગ કરીને બંધ કરી દેવાતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી | The age-old road in Godhra's Vavadi Buzurg village was fenced and closed, causing severe distress to local people. | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના વાવડી બુઝર્ગ ગામમાં આવેલા બાલાજી 2 એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક રહીશો દ્વારા પોતાના વિસ્તારમાં વર્ષો જૂના રસ્તાને ફેન્સીંગ કરીને અવર-જવર કરવા બંધ કરી દેવામાં આવતાં ત્યાંના સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આજરોજ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગોધરા શહેરના વાવડી બુઝર્ગ ગામમાં આવેલા બાલાજી 2 એપાર્ટમેન્ટની આસપાસ રહેતા સ્થાનિક રહીશો પહેલા નંદનવન કો-ઓપરેટીવ સોસાયટીમાંથી આવતા રસ્તાને જેતે ભૂતકાળના સમય દરમિયાન દબાણો કરીને ફેન્સિગ મારી બંધ કરી દેવામાં આવતા ત્યાંના સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ રસ્તાને ખોલવા માટે વાવડી ગ્રામ પંચાયતના સરપંચને મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખને પણ છ માસ અગાઉ લેખિત તથા મૌખિકમાં રજૂઆત આ રસ્તાની સમસ્યાની બાબતે વાકેફ કર્યા હતા. છતાં પણ રાજકીય કે સામાજિક દબાણના લીધે આજ દિન સુધી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો નથી.

આજે પણ અમારી સોસાયટીના લોકોને મારુતિ નગરના ખુલ્લા ખાનગી પ્લોટમાંથી અવરજવર કરવા પડે છે. ત્યારે આ જગ્યાના રસ્તાને વ્યવસ્થિત ન હોવાને લીધે શારીરિક માનસિક અને આર્થિક રીતે પરેશાન થઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન આ રસ્તા ઉપર કાદવ-કિચડથી ખદબદતા હોય છે. માટે આ રસ્તા ઉપર ઉંમરલાયક વ્યક્તિઓને અવરજવર કરવા માટે ભારે તકલીફ પડે છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ભારે વિપદા પડી રહી છે. ઉપરાંત રિક્ષાચાલકો પણ આ રસ્તામાં આવતા નથી. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જવા આવવા પણ ભારે તક્લીફ પડે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. જેથી આજરોજ બાલાજી 2 એપાર્ટમેન્ટ સોસાયટીના રહીશ ગોધરામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના રસ્તાની સમસ્યાનું નિવારણ કરવા માટે રજૂઆત કરી હતી.

أحدث أقدم