- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- All The Hotel guesthouse Owners In The District Have To Enter On The Pathik Software, Update The Details Of The Passengers Coming From Home And Abroad.
પોરબંદર6 કલાક પહેલા
- કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે દરેક જગ્યાઓ પર હોટલ-ગેસ્ટહાઉસ અને ધર્મશાળા ખાતે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પથિક “Pathik Programme for Analysis of Travellers and Hotel Informatics” સોફટવેર ઇન્સ્ટોલ કરાવી અને રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ સોફટવેરમાં પણ કરવા જાહેરનામું બહાર પાડ્યુ છે.
પોરબંદર જિલ્લાની તમામ હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળા ખાતે પ્રાંત/રાજ્ય/દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ પથિક સોફટવેરમાં હોટલ અને ગેસ્ટહાઉસના માલિક-સંચાલકે અવશ્ય કરવાની રહેશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયે સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે એસઓજી શાખા એચએમપી કોલોની બંગલા નં.03 પોરબંદર ખાતેથી હોટેલ અને ગેસ્ટહાઉસના માલિકો અને સંચાલકએ વિગતો રજુ કરી યુઝર આઇડી અને પાસવર્ડ તાત્કાલિક મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું તા.10/04/2023 થી તા.09/06/2023 સુધી અમલમાં રહેશે.