Sunday, April 9, 2023

કચ્છના માંડવી પાસે નર્મદા કેનાલમાં અકસ્માતે પડી જતા ત્રણેય ડૂબી ગયા, મૃતકોના ગામમાં શોકનો માહોલ છવાયો | All three drowned after accidentally falling into the Narmada canal near Mandvi in Kutch, the village of the deceased was in mourning. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • All Three Drowned After Accidentally Falling Into The Narmada Canal Near Mandvi In Kutch, The Village Of The Deceased Was In Mourning.

કચ્છ (ભુજ )11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મૃતક બાળકોની ફાઈલ તસવીર - Divya Bhaskar

મૃતક બાળકોની ફાઈલ તસવીર

કચ્છ જિલ્લાના માંડવી નજીકથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાં આજે કરુણ ઘટના બની હતી. નર્મદા કેનાલ નજીક બકરા ચરાવવા ગયેલી મહિલા અને તેના બે જોડિયા બાળકો અકસ્માતે કેનાલમાં પડી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર મોટી રાયણ ગામમાં મળતા પરિવારજનો અને ગામલોકોમાં શોકનો માહોલ છવાયો હતો.

કચ્છનામાંડવીથી 9 કિલોમીટર દૂર આવેલા મોટી રાયણ ગામે બકરા ચરાવવાની સાથે બળતણ લેવા ગયેલા 44 વર્ષીય હમીરાંબાઈ હારુન કુરેશી તથા તેમના 16 વર્ષીય જુડવા પુત્ર સોહિલ અને શબીર ગામની ઉત્તર દિશાએ આવેલા વાડી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી જતા મોતને ભેટ્યા હતા.ત્રણેય હતભાગીઓના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર લાવી 108 એમ્બ્યુલન્સ મારફતે માંડવી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના પોસમોર્ટમ બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નાના એવા મોટી રાયણ ગામમાં શોકની લાગણી ફેલાવનાર કરુણ ઘટના અંગે ગામના સરપંચ જેઠાલાલ શિજુએ જણાવ્યું હતું કે બપોરના 12 થી 1 વાગ્યા દરમિયાન કેનાલ આસપાસ બકરા ચરાવવા ગયેલા ત્રણેય માતા પુત્ર અકસ્માતે કેનાલના પાણીમાં પડી ગયા હતા. આ દરમિયાન પસાર થતા રાહદારીને બાદમાં મહિલાનો મૃતદેહ કેનાલના પાણીમાં તરતી હાલતમાં જોવા મળતા તેણે ગ્રામજનોને જાણ કરી ઘટનાસ્થળે બોલાવ્યા હતા. જ્યાં સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવતા સાંજના 5.30 વાગ્યાની આસપાસ તેમના પણ મૃતદેહો મળી આવ્યા હતા. બનાવના પગલે ગામના 500 થી વધુ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકના માહોલમાં ગમગીન બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: