અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન કોડ બનાવી અને જાહેરમાં ગંદકી કરનારા દુકાનદારો અને એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં 304 જેટલી દુકાન, એકમોને જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરવામાં આવી છે. કિલ 4.21 લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે. શહેરના અમરાઈવાડીમાં ધ્રુવ ગાર્ડનના અમૂલ પાર્લર દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ 5,000નો દંડ કરવામાં આવ્યો છે.
શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં અમરાઈવાડી, ઇન્દ્રપુરી, લાંભા, વટવા, મણીનગર, ઇસનપુર, નારોલ સહિતના છેલ્લા બે દિવસમાં રાત્રી દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકો અને દુકાનદારો સામે છેલ્લા બે દિવસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 27 જેટલી દુકાનો છેલ્લા બે દિવસમાં સીલ કરવામાં આવી છે. એક અઠવાડિયામાં જાહેરમાં ગંદકી કરવા માટે સવારે 143 અને રાત્રી દરમ્યાન 161 એમ મળી કુલ 304 જેટલા દુકાનદારો અને એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પૂર્વઝોનના સ્ટાફ દ્વારા ઘરનો કચરો ડોર ટુ ડોર ગાડીમાં આપવા સમજણ આપવામાં આવી છે. આવનાર દિવસોમાં જો આવી ચાલીઓ/સ્લમ વિસતાર/ઇ.ડબ્લયુ.એસ.આવાસનો કાર્યવાહી કરવામાં આવશે. કચરો જાહેર રોડ પર નાંખવામાં આવશે તો તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. વધુમાં રાત્રિ ફલાઈગ સ્કવોડ દ્વારા પણ ગંદકી કરતા એકમને નોટિસ તથા સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ગંદકી કરતા એકમો સામે કડક વલણ દાખવી સ્વચ્છતાનું ઉચ્ચ ધોરણ જાળવવા કટિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન/આઈ. ઈ.સી. એક્ટિવિટી કરી જન જાગૃતિ લાવી સ્વચ્છતા જાળવવા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે.