અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શહેરમાં વિવિધ 14 જેટલી સ્કૂલોની બાજુમાં પ્લેગ્રાઉન્ડ હેતુના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ પ્લોટનો સમાવેશ થાય છે. રૂપિયા 500 કરોડની કિંમતના આ પ્લોટ આવેલા છે. ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રકાશ સ્કૂલની બાજુમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટને કાયમી ધોરણે ટોકન દરે હવે રમતગમતના મેદાન તરીકે 99 વર્ષના ભાડાપટ્ટે લેવા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.
સરકારના નીતિ નિયમ પ્રમાણે આ દર નક્કી કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્લોટ ખૂબ જ સારી જગ્યાએ આવેલી વિવિધ સ્કૂલોની બાજુમાં આવેલા છે અને તેની કરોડો રૂપિયાની કિંમત થાય છે. ત્યારે હવે માત્ર રૂપિયા 5 લાખ જેટલી મતના ભાડા પર આપી દેવા માટેની આ દરખાસ્ત મુકવામાં આવી છે. સરકારના નીતિ નિયમ પ્રમાણે આ દર નક્કી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ હોવાથી કોર્પોરેશનની મંજૂરી બાદ સરકારના નીતિ નિયમ મુજબ હવે સરકાર દ્વારા આ પ્લોટને આપવાની મંજૂરી આપવામાં બાદ પ્લોટ ફાળવવામાં આવશે.
ટોકન દરે ભાડે આપવાની દરખાસ્ત મુકાઈ
મળતી માહિતી મુજબ આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રકાશ સ્કૂલની બાજુમાં પ્લેગ્રાઉન્ડના હેતુ માટે રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટને 99 વર્ષના ભાડા પેટે અને દર વર્ષે રીન્યુ કરાવવા સાથે આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે. રાજ્ય સરકારના નિયત કરેલા ભાવ અને સમય મુજબ આ પ્લોટને ટોકન દરે ભાડે આપવાની દરખાસ્ત મુકાઈ છે. સ્કૂલના સમય દરમિયાન સ્કૂલના બાળકો માટે રમત ગમતના મેદાન તરીકે તેનો ઉપયોગ કરી શકાશે પરંતુ સ્કૂલના સમયગાળા બાદ લોકો માટે આ પ્લોટને ખુલ્લો રાખવામાં આવશે.
કરોડો રૂપિયાના પ્લોટની સામાન્ય ભાડાની આવક
સૂત્રો મુજબ અમદાવાદની 14 સ્કૂલોની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ કુલ 54000 ચોરસ મીટર જેટલી જગ્યામાં આવેલા છે તેની કિંમત રૂપિયા 500 કરોડથી વધુ થાય છે. સરકારમાંથી આવેલા પત્ર મુજબ વસ્ત્રાપુરની પ્રકાશ સ્કૂલની જો દરખાસ્ત મંજૂર થશે અને બાદમાં સરકારના નિયમ બાદ તેને મંજૂરી મળશે સ્કૂલની બાજુમાં આ પ્લેગ્રાઉન્ડ માટેના પ્લોટને ભાડે આપવામાં આવશે. આ એક સ્કૂલને મંજૂરી આપ્યા બાદ અન્ય સ્કૂલો પણ આ જ રીતે પ્લોટને સામાન્ય દરેથી ભાડાપટ્ટે જો મેળવી લેશે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટની માત્ર સામાન્ય ભાડાની આવક જ થશે. જેથી કોર્પોરેશનને કરોડોનું નુકસાન પણ થશે.
સ્કુલનું નામ
- અમૃતા આનંદમયી સ્કુલ, ઘાટલોડીયા
- નાલંદા વિદ્યાલય, ઘાટલોડીયા
- નિરમા સ્કુલ, બોડકદેવ
- પ્રકાશ સ્કુલ, બોડકદેવ
- અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલ, બોડકદેવ
- એચ.બી.કાપડીયા સ્કુલ, મેમનગર
- દિવ્યપથ સ્કુલ, મેમનગર
- મેમનગર કેળવણી મંડળ, વેજલપુર
- એશિયા સ્કુલ, થલતેજ
- સંતકબીર સ્કુલ, થલતેજ
- સ્કુમ સ્કુલ, બોડકદેવ
- કાપડીયા એજ્યુકેશન ટ્રસ્ટ, વેજલપુર
- નિર્માણ સ્કુલ, વસ્ત્રાપુર
- આનંદનિકેતન સ્કુલ, વેજલપુર