અમરેલી જિલ્લા કલેક્ટરે ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાઈ તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં લેવા માટે વિશેષ સૂચના આપી | Amreli District Collector issued special instructions to take urgent health measures to prevent the spread of disease during monsoon season. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli District Collector Issued Special Instructions To Take Urgent Health Measures To Prevent The Spread Of Disease During Monsoon Season.

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ચોમાસુ નજીક આવી રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને પ્રિ મોન્સુન-23 આગોતરા આયોજનને લઈ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓને પ્રિ મોન્સુન-23ને લઈ આગોતરા આયોજન વિશે જિલ્લા કલેક્ટરએ સૂચનાઓ આપી હતી પૂર વાવાઝોડું ભારે વરસાદ વગેરેની પૂર્વ તૈયારી સાથે આગોતરું આયોજન હોય તે અનિવાર્ય છે. જિલ્લામાં કુલ 11 જેટલા તાલુકા છે અને દરિયાકિનારે આવેલા અથવા દરિયા કિનારાની નજીકના તમામ ગામડાઓમાં ચોમાસા દરમિયાન ચોક્કસ આયોજન જરુરી છે.

જિલ્લા કલેક્ટર દહિયાએ ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ નિયમિત થાય અને રોગચાળો ન ફેલાઈ તે બાબતે તકેદારી રાખવા નગરપાલિકાને સૂચના આપી હતી. ચોમાસા દરમિયાન ઓવરફ્લો થતા ડેમને લઈ એલર્ટ જર્જરિત મકાનોની યાદી તૈયાર કરવા બાબત ફાયર બ્રિગેડના સ્ટાફને શોધ અને બચાવ કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખવા ડેમની જળસપાટીનું સતત મોનિટરિંગ ચોમાસાના પગલે નબળા રસ્તા પુલ નાળાનું ચેકિંગ હાથ ધરવા વીજ વાયરો અને લાઈનની ચકાસણી, ચોમાસા પૂર્વે શાળાના ઓરડા અને બિલ્ડિંગની ચકાસણી સહિતના મુદ્દાઓને લઈ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત સર્ચા સાથે સમીક્ષા કરી હતી.

આપત્તિ વ્યવસ્થાપન પ્લાન મુજબ તાલુકા/ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના કારણે જાન-માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા ચોમાસામાં અમરેલી જિલ્લાના જે ગામોમાં પાણી ભરાતું હોય ત્યાં સગર્ભા સ્ત્રીઓ અને બિમાર વ્યક્તિઓને સલામત સ્થળે લઈ જઈ શકાય તે માટે વિશેષ તકેદારી લેવામાં આવે તે બાબતે કાળજી લેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતુ ઉપરાંત તમામ પ્રકારના આંકડાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલરુમ સુધી સમયસર પહોંચે તે બાબતે પણ જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને વિશેષ કાળજી લેવા સૂચના આપી હતી પ્રિ મોન્સુન-23 સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, તાલુકા મામલતદારઓ તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત સર્વે અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post