આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, વહીવટ સરળ અને ઝડપી બને તે માટે માર્ગદર્શન અપાયું | Anand Collector D.S. Coordination and Grievance Committee meeting was held under the chairmanship of Gadhvi, guidance was given to make administration easier and faster | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Collector D.S. Coordination And Grievance Committee Meeting Was Held Under The Chairmanship Of Gadhvi, Guidance Was Given To Make Administration Easier And Faster

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને જનતાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી હતી.

આ બેઠકમાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓ સમક્ષ વિવિધ વિભાગોના સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી, તેમજ તંત્ર દ્વારા પાઠવવામાં આવેલા પ્રશ્નોની વિગતો પુરી પાડી હતી. ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર વિશેષ ભાર આપી પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી બાકી રહેલ કામગીરીને એકબીજાના વિભાગો સાથે સંકલન કરી ઝડપથી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

વધુમાં કલેક્ટરે જિલ્લામાં યોજાનાર સ્વાગત સપ્તાહ કાર્યક્રમની પુર્વ તૈયારીઓ અંગે સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો કરી વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને જિલ્લામાં તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમને સફળ બનાવવા તેમજ જિલ્લામાં વહીવટ સરળ અને ઝડપી બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષક પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામક જે.વી. દેસાઈ, જિલ્લા આયોજન અધિકારી, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત સંકલનની બેઠક બાદ કાયદો અને વ્યવસ્થા તથા ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંગેની બેઠક મળી હતી. જેમાં પોલીસ અધિકારીઓ સહિત આરટીઓ અધિકારી અને સબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post