આણંદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
આણંદ શહેરમાં હેડ ક્વાર્ટર ખાતે એડીઆઇ ટ્રેનિંગ આપતા હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી છે.આ ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી માટે સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ બોરસદ ચોકડી ખાતે આવેલ પોલીસ લાઈનમાં રહેતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચતુરભાઈ ખાંટ 2011 માં ભરતી થયા હતા. મહીસાગર જિલ્લાના વતની દિલીપભાઇ ખાંટ આણંદ શહેરમાં હેડ ક્વાર્ટર ખાતે ટ્રેનિંગ વિભાગમાં ફરજ બજાવતા હતાં. કોઈ અગમ્ય કરણોસર હેડન્સ્ટેબલ દિલીપભાઈએ રવિવારના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાને લઈને શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ના મૃતદેહનો કબજો લઇ જરૂરી કાર્યવાહી કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મહત્વનુ છે કે પોલીસ વિભાગમાં મહેકમ ઓછું હોઈ પોલીસકર્મીઓ ઉપર કામના ભારણની ફરીયાદો વધી છે.જોકે દિલીપભાઈ ખાંટ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.જેથી ક્યાં કારણોસર પોલીસ જવાનએ આવું હતાશજનક પગલું ભર્યું તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. આ અંગે આણંદ શહેર પોલીસ અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ એ આત્મહત્યા કરી લેતાં તેમના પરિવારમાં તથા પોલીસ બેડામાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.
(પ્રતીકાત્મક તસવીર)