Wednesday, April 12, 2023

આણંદના મોગરી ગામે 'તારી રીક્ષા અહીંયા કેમ મુકી છે ?'તેમ કહી ઝગડો કર્યો અને મારમાર્યો | Anand's Mogri village quarreled and beat him saying 'Why has your rickshaw parked here?' | Times Of Ahmedabad

આણંદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ તાલુકાના મોગરી ગામમાં ભાગોળ દુધની ડેરી નજીક રીક્ષા ચાલકને તારી રીક્ષા અહીંયા કેમ મુકી છે ? અહીંથી તારી રીક્ષા લઈ લે તેમ કહીને ગાળો બોલી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના બનાવની ફરિયાદ વિદ્યાનગર પોલીસ નોંધાઇ છે.

આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતાં રમેશભાઈ બાભઈભાઈ રાઠોડ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 2જી એપ્રિલ,2023ના બપોરના એક વાગ્યાના સમયે તેમણે પોતાની રીક્ષા મોગરી ભાગોળ દુધની ડેરી નજીક મુકી હતી. તે દરમિયાન મોગરી નાની ખડકીમાં રહેતો હાર્દિક ઉર્ફે કાળીયો રમેશભાઈ પટેલ આવીને ફરિયાદી રમેશભાઈ ને તારી રીક્ષા અહીંયા કેમ મુકી છે ? અહીંથી તારી રીક્ષા લઈ લે તેમ કહીને ગમે તેમ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. બાદમાં રમેશભાઈ રાઠોડ ને છાતીના તેમજ ડાબા ખભાના ભાગે હાથથી મુક્કા મારીને ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રમેશભાઈ રાઠોડે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વિદ્યાનગર પોલીસે હાર્દિક ઉર્ફે કાળીયો પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.