ચીખલી તાલુકાના આમધરા ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉપર કોઈ પગલાં ન લેવાતાં અનંત પટેલે ધરણા યોજ્યા | Anant Patel staged a dharna after no action was taken against the sarpanch of Amdhara village in Chikhli taluk on allegations of corruption. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Anant Patel Staged A Dharna After No Action Was Taken Against The Sarpanch Of Amdhara Village In Chikhli Taluk On Allegations Of Corruption.

નવસારીએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચીખલી ડેપો નજીક જાહેરમાર્ગ પાસે આજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગ્રામજનો અને કોંગ્રેસ કાર્યકરો ત્રણ કલાકના પ્રતીક ધરણાં ઉપર બેઠા હતા. તેમણે બેનર પોસ્ટર લહેરાવી આમધરાના સરપંચ કલ્પેશ પટેલના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ પોકારી હતી. તંત્ર સરપંચ છાવરતું હોવાના આક્ષેપ લગાવ્યા હતા.

આમધરા ગામના સરપંચ સામે કરેલી RTIમાં માહિતી મળી હતી કે, ગામના કરેલા કામોમાં વિસંગતતાની માહિતી મળી હતી. મનરેગા યોજના હેઠળ સામુહિક કૂવા, ચોમાસા દરમિયાન ચેકડેમ ઉંડા કરવાનું કામ, રુફ રેઇન હારવેસ્ટિંગનું કામ, પેવર બ્લોક માર્ગમાં 139 મીટર ઓછી લંબાઈ, ઓછી લંબાઈનો ડામર રોડ, ખરેરા નદી પ્રોટેક્શન વોલ જેવા કામોમાં 50 લાખના નાણાંકીય ઉચાપતના આક્ષેપો બાદ ગ્રામજનો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. તેમ છતાં ગામના સરપંચ વિરુદ્ધ કોઈપણ પગલાં ન લેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ફરિયાદ કરતા આજે ધરણાં પ્રદર્શન યોજી સરપંચ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી.

ચીખલી તાલુકા વિકાસ અધિકારીને પણ વારંવારની ફરિયાદ અને RTI ખુલાસા બાદ પણ કોઈ જવાબ ન મળતા પ્રતીક ધરણાં યોજ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે સરપંચ દ્વારા અંદાજિત 50 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી હોવાની માહિતી એમને RTI દ્વારા મળી છે ત્યારે સવાલ એ થાય છે આટલી મોટી ઉચાપત કરવા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેને લઇને આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જો કોઈ પણ કાળવાહી ન કરવામાં આવે તો ગાંધીજી આ માર્ગે આંદોલન જારી રાખવાની ચીમકી ધારાસભ્ય અને ગામના લોકોએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم