Thursday, April 20, 2023

શાળાની ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા; પ્રાંતિજ, તલોદ, હિંમતનગરના ધારાસભ્યની સરકારી સમિતિમાં નિમણુંક | Annual General Meeting of School Credit Society; Appointee in Government Committee of MLA of Prantij, Talod, Himmatnagar | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા 19 એપ્રિલના રોજ ફાયર વિકની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલયમાં ફાયર ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ગઢવી દિગ્વિજયસિંહ અને ઇડર ફાયર વિભાગના કામલ પટેલ, ફાયર ટીમ દ્વારા આગના પ્રકાર, આગ લાગે તો બચાવ માટે પ્રાથમિક ધોરણે કેવા પગલા લેવા જોઈએ એની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હિંમતનગરની હિંમત હાઇસ્કૂલમાં શાળામાં ચાલતી ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા નિવૃત્ત થઈ રહેલા શિક્ષક પી.આઇ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. તેમજ શાળાના આચાર્ય એસ.એસ. પટેલ, સુપરવાઇઝર એસ.કે. મનાત, હેડ ક્લાર્ક સંજય મિસ્ત્રી હાજર રહ્યા હતા. ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડી.પી. ભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી આર.એમ. પટેલે કર્યું હતું.

ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તાજેતરમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં પુર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની લોકશાહી પ્રક્રિયામાં મહત્ત્વની ગણાતી જાહેર પંચાયતી રાજ સમિતિમાં નિમણુંક કરવામાં આવી છે. જ્યારે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાની જાહેર હિસાબ સમિતિમાં નિમણુંક કરવામાં આવી છે. ધારાસભ્યોની નિમણુંક થતા કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…