Tuesday, April 25, 2023

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડનું હીર છીનવવાનો ફરી પ્રયાસ, ગંદકી અને માટીના ઢગલાઓનો ખડકલો કરી દેવાયા | Another attempt to clear Bharuch's hostel grounds, heaps of dirt and mud were razed. | Times Of Ahmedabad

ભરૂચ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચના એકમાત્ર ક્રિકેટ અને રમતગમતનું મેદાન એવા હોસ્ટેલ ગ્રાઉન્ડનું હીર છીનવી લેવાનો પ્રયાસ કરાયો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મોર્નિંગ વોકર્સ, રમતગમત અને ક્રિકેટ પ્રેમીઓના આ ગ્રાઉન્ડને કેટલાક લોકો જાણે ગંદકીનું મેદાન બનાવી રહ્યાં છે. અગાઉ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સેવાશ્રમ રોડ પરની ગટરોની ગંદકી ઠાલવી દેવાઈ હતી. જેને લઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યા બાદ તેને ત્યાંથી હટાવી દેવાઈ હતી. જોકે, સોમવારે રાતે ફરી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ગંદી માટીના ઢગના ખડકલા કરી દેવાયા હતા.

મંગળવારે સવારે ક્રિકેટ પ્રેમીઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ઉમટી પડતા ગંદકી અને માટીના ઠેર ઠેર ખડકલા જોઈ તેઓમાં પણ રોષ ફેલાયો હતો. શહેરીજનો માટે રમત ગમતના એકમાત્ર આ મેદાનની તંત્ર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. જાણે હાથે રહીને હોસ્ટેલ ગ્રાઉન્ડને ઉકરડા મેદાન બનાવવામાં આવી રહ્યું હોવાની લાગણી પણ વ્યક્ત કરાઈ હતી.

આ બાબતે ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબત તેઓના ધ્યાન પર આવતાં જ તુરંત કોન્ટ્રાકટરને ઠપકો આપી માટી ઉઠાવી લેવા તાકીદ કરી છે અને ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની પણ ખાતરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે…