Tuesday, April 18, 2023

સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં એન્ટી રેગીંગ કમિટી પ્રોગ્રામનું આયોજન કરાયું, વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક વાર સોશિયલ મીડિયાથી દૂર રહેવા શપથ લેવડાવ્યાં | Anti-ragging committee program organized in Siddhapur Dental College, students take oath to stay away from social media once a week | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Anti ragging Committee Program Organized In Siddhapur Dental College, Students Take Oath To Stay Away From Social Media Once A Week

પાટણ3 કલાક પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુરના દેથળી ખાતેની ડેન્ટલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીન ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ ફરિયાદનું નિવારણ અહીંથી જ થાય છે તમે કોઈ એવું વર્તનના કરતા કે જેથી તમારા માતાપિતાને સહન કરવું પડે તેવું વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સિદ્ધપુરના દેથળી ખાતે આવેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ એન્ટી રેગીંગ માટે દર વર્ષે પોગ્રામનું આયોજન કરવામાં આવે છે ત્યારે સોમવારના રોજ બપોરે 12 કલાકે એન્ટી રેગીંગ કમિટીનો પ્રોગ્રામ યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

આ અંગે HNGU યુનિવર્સિટી પાટણના પૂર્વ કુલપતિ ડો.અનિલભાઈ નાયકે જણાવ્યું હતું કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ સાથે એન્ટી રેગીંગ કર્યા વગર ભાઈચારાનો સબંધ રાખીએ તો કોલેજનું સારું પરિણામ આવે તેમજ એન્ટી રેગીંગના ગુનામાં બે વર્ષની સજા થાય છે તેમજ પોતાના જીવનનું કરિયર પણ બગડે છે તેમજ વિધાર્થીઓને સપ્તાહમાં એક દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહેવા શપથ લેવડાવ્યા હતા તો નિરંજનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે એકાદ દિવસ મજાક મસ્તી કોલેજમાં હોવી જોઈએ પરંતુ એની અસર લાંબા ગાળાની ન હોય જેથી જુનિયર વિધાર્થી તેની અસરમાં આવે અને કોઈ આડુઅવળુ પગલું ભરે કે જેથી કરીને બધાને પસ્તાવાનો સમય આવે આ કાર્યક્રમમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના ASI વી.જી.ઠાકોર, યોગાંજલી સ્કૂલના સેક્રેટરી જીજ્ઞાબેન દવે સહિત ડેન્ટલ કોલેજના પ્રોફેસર, ડોક્ટર સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: