વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ શહેરની APMC માર્કેટ બેચર રોડથી ખસેડી ધમડાચી ખાતે નિર્માણ પામી રહેલી ન્યુ APMC માર્કેટ ખાતે ખસેડવા માટે APMCના સંચાલકોએ વેપારીઓને નોટિસ પાઠવી હતી. જે નિર્ણય બાદ પ્રાંત અધિકારીએ વેપારીઓને સાંભળ્યા વગર 30 એપ્રિલ સુધી બેચર રોડથી APMC ખસેડી ધમડાચી ખાતે આવેલી નવી APMCમાં જવા માટે પત્ર લખી જાણ કરવામાં આવી હતી. વલસાડ APMC વેપારીઓએ પ્રાંત અધિકારીને નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં હાઈ કોર્ટે પિટિશન સામે વેપારીઓને 20 જૂન સુધી બેચર રોડની APMCમાં વેઓરીઓને કેરીનો વેપાર કરવા છૂટ આપવામાં આવી છે. વેપારીઓ કોર્ટમાંથી APMC સામે સ્ટે લાવ્યા બાદ APMCના સંચાલકો દ્વારા APMCના ચાર ગેટ પૈકી 3 ગેટ ઉપર તાળા બંધી કરવામાં આવી છે. અને APMCની સ્ટ્રીટ લાઈટ જે ચાલુ કન્ડિશનમાં.છે તેને બંધ કરી વેપારીઓને ખોટી રીતે કનડગત કરવામાં આવી રહ્યા હોવાના વેપારીઓને APMC સંચાલકો સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી વલસાડ બેચર રોડ ઉપરથી APMC માર્કેટ ખસેડીને ધમડાચી ખાતે નિર્માણ પામી રહેલી નવી APMC માર્કેટ ખાતે વેપારીઓને લઈ જવા APMCના સંચાલકો મથામણ કરી રહ્યા છે. વેપારીઓની મરજી વિરુદ્ધ APMC ધમડાચી ખાતે ખસેડવા નિર્ણય કરવામાં આવ્યો છે. નવી નિર્માણ પામી રહેલા APMC માર્કેટ ખાતે કોઈપણ સુવિધા ન હોવાથી અને કાચું બાંધકામ હોવાથી કેરીના વેપારીઓ નવી APMCમાં જવાનો ઇનકાર કરી રહ્યા છે. જેને લઈને વલસાડ APMCના સંચાલકો દ્વારા દ્વારા એક કમિટી બનાવી કમિટીને APMC અને વહીવટી તંત્ર સાથે લડવા છૂટ આપવામાં આવી છે. જેને કાઈને વેપારીઓએ પ્રથમ પ્રાંત અધિકારી અને વલસાડ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓને APMC ધમડાચી શિફ્ટ ન કરવા ફરિયાદ કરી હતી. જે બાદ પ્રાત અધિકારીએ વેપારીઓને સાંભળ્યા વગર APMCના સંચાલકોને એક પત્ર લખીને બેચર રોડ ઉપર આવેલી APMC ધમડાચી ખાતે નવી નિર્માણ પામી રહેલી APMC ખાતે ખસેડવા સૂચના આપી હતી. APMCના સંચાલકો કે પ્રાંત અધિકારી તરફથી વેપારીઓને કોઈપણ રીતે જાણ કરવામાં આવી ન હતી.
વલસાડ APMCના વેપારીઓએ પ્રાંત અધિકારીને નિર્ણય સામે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. APMCના સંચનલકોને વેપારીઓની પિટિશન દાખલ કરવામાં હોવાનું જાણ થતાં APMCના સંચાલકોએ કેબીએટ દાખલ કરી હતી. જેનું હિયરિંગ ગઈ કાલે થતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને હાઈ કોર્ટે 20 જૂન સુધી વેપારીઓને કેરી માર્કેટમાં જ વેપાર કરવા છૂટ આપી છે. વેપારીઓની પિટિશન ગ્રાહ્ય રાખી 20 જૂન સુધી APMC માર્કેટ શિફ્ટ કરવા ઉપર હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે. જે બાદ APMCના સંચાલકો દ્વારા APMCની ચાલુ સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેવામાં આવી છે. અને APMCના 4 ગેટ પૈકી 3 ગેટ ઉપર APMC સંચાલકોએ તાળા મારી ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. APMC સંચાલકો દ્વારા સીઝનમાં તમામ ગેટ ખોલીને ટ્રાફિકનું સંચાલન કરવામાં મદદ રૂપ થવાની જગ્યાએ માત્ર 1 ગેટ ખુલ્લો રાખી સીઝનમાં ઇન અને એક્ઝીટ એક જ જગ્યાએ હોય તો ટ્રાફિક સમસ્યા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વલસાડ APMCના વેપારીઓ નવી APMCમાં પાકા બાંધકામની માંગણી કરી રહ્યા છે.