Wednesday, April 19, 2023

સુરતમાં યુવતીના લગ્ન બીજે નક્કી થતાં પૂર્વ પ્રેમીએ સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા વાઇરલ કર્યા | As the girl's marriage was decided elsewhere in Surat, the ex-boyfriend created a bogus account on social media and made nasty photos viral. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • As The Girl’s Marriage Was Decided Elsewhere In Surat, The Ex boyfriend Created A Bogus Account On Social Media And Made Nasty Photos Viral.

સુરત3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં પાલી ગામ ખાતે રહેતી યુવતીને અગાઉ એક યુવક સાથે પ્રેમ હતો. જે યુવક પણ તેના જ વિસ્તારમાં રહેતો હતો. જોકે, બાદમાં બંને વચ્ચે ઝઘડાઓ થતા નાખ્યો હતો. આ અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા. આ વાતની જાણ યુવકને થતા યુવકે સોશિયલ મીડિયા ફેસબુકમાં યુવતીના નામનું બોગસ એકાઉન્ટ બનાવી તેમાં અગાઉના પોતાના બીભત્સ ફોટા વાઇરલ કરીને યુવતીને બદનામ કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

યુવતીએ પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી
બનાવની વિગત એવી છે કે શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં પાલી ગામમાં રહેતી યુવતીએ તેના પૂર્વપ્રેમી સમીર સરોજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પૂર્વ પ્રેમી સમીર સરોજ પાલી ગામમાં જ રહે છે. પહેલા બંને વચ્ચે પ્રેમ દરમિયાન બંને વચ્ચે ઝઘડાઓ બાદ બંને છૂટા પડી ગયા હતા અને યુવતીએ તેની સાથે કોઈ પ્રેમ સંબંધ ન રાખવાનું જણાવી દીધું હતું.

યુવતીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું
યુવકે જે તે સમયે કંઈ કર્યું ન હતું પરંતુ બાદમાં યુવતીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થઈ ગયા હતા. આ વાતની જાણ સમી૨ને થતા તેણે યુવતીને બદનામ કરવાનું નક્કી કર્યું હતું અને સોશિયલ મીડિયા ફેસબુકમાં યુવતીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં બંને વચ્ચેના પ્રેમ સંબંધ દરમિયાનના બીભત્સ ફોટાઓ સમીરે વાયરલ કર્યા હતા તથા બીભત્સ પોસ્ટ પણ અપલોડ કરી હતી અને યુવતીને બદનામ કરી હતી. આ વાતની જાણ થતા યુવતીએ ગતરોજ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમીર સરોજ સામે બદનક્ષીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…