પંચમહાલ જિલ્લા કલેક્ટર તરીકે આશિષ કુમારે ચાર્જ સંભાળ્યો, અગાઉ તેઓએ રાજકોટ ખાતે ડે.મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી છે | Ashish Kumar took charge as District Collector of Panchmahal, having previously served as Day Municipal Commissioner at Rajkot. | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરકાર દ્વારા રાજ્યમાં 109 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે આશિષ કુમારે પદભાર સંભાળી લીધો છે. આ સાથે તેઓ સમયના પાબંધ છે તેનો પરિચય પણ કરાવ્યો હતો. અગાઉ તેઓ રાજકોટ ખાતે ડે.મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ પ્રાંત અધિકારી તરીકે ગોધરા ખાતે પણ ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બોટાદ અને આણંદ જિલ્લામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની છે અને 2014ની બેંચના આઈએએસ અધિકારી છે.

જ્યારે રાજકોટમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વર્ષ 2021માં રાજકોટનાં ડે.મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તેમણે પદભાર સંભાળ્યો હતો. રાજકોટના “નારી ગૌરવ દિવસ” અંતર્ગત લોન વિતરણ સમારોહનું કાર્ય હોય કે પછી રાજકોટ શહેરની પાયાની સમસ્યાઓ હોય, જેવી કે આવાસ, પરિવહન ક્ષેત્ર કે કચરાની સમસ્યાની તેમજ ન્યારી અને આજી ડેમના પાણીની સુવિધાઓ, કેકેવી ચોક ખાતે ડબલડેકર બ્રિજ માટે તેમણે સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ માટે સૌથી ગૌરવપૂર્ણ સમય 36મી નેશનલ ગેમ્સ ઇવેન્ટની મેજબાની રાજકોટ શહેરને મળી, જેમાં દેશભરના રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ આવેલા હતા. દરેક કામોમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે હર હંમેશા જુસ્સા સાથે કામ કરનાર એવા આશિષ કુમાર હવે પંચમહાલ કલેક્ટર તરીકે જિલ્લાને વિકાસની ઉંચી ઉડાન પર લઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્યરત સુજલ મયાત્રાએ બે વર્ષથી વધારે સમય દરમિયાન જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપ્યો હતો. તેમની બદલી ગાંધીનગર ખાતે રેવન્યુ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે થઈ છે. તેમની બદલી થતાં તેમણે તેમનો ચાર્જ નવનિયુક્ત કલેક્ટર આશિષ કુમારને સુપ્રત કર્યો હતો. કલેક્ટર કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ નવા કલેક્ટરનું સહર્ષ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم