Wednesday, April 12, 2023

ઉષા નાયડુએ શાસક પક્ષ પર પ્રહારો કરતાં કહ્યું- 'એક દિવસ કોંગ્રેસ સત્તામાં અને તમે જેલમાં હશો' | Attacking the ruling party, Usha Naidu said- 'One day Congress in power and you will be in jail' | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છકડિયા ગામે ગોધરા શહેર અને તાલુકા કક્ષાનો જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી ઉષા નાયડુના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેઓએ શાસકપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાને લઈને હાલમાં કોંગ્રેસ દ્વારા તાલુકે તાલુકે જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ગોધરા તાલુકાના છકડિયા ગામે ગોધરા શહેર અને તાલુકા કક્ષાના જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી અને કોંગ્રેસના મધ્ય ઝોનના પ્રભારી ઉષા નાયડુ ઉપસ્થિત રહ્યા હતાં. ઉષા નાયડુએ પોતાના પ્રાસંગિક પ્રવચન દરમિયાન શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગોધરા અને શહેરામાં દ્વેષભાવ સાથે કોંગ્રેસના કાર્યકરો પર કેસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ એક દિવસ એવો આવશે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હશે અને તમે જેલમાં હશો,

વધુમાં ઉષા નાયડૂએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું નથી, પરંતુ કોંગ્રેસના કાર્યકરો માટે કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે અને તેઓ સામે કેસ કરીને જેલમાં પૂરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ દેશના જાહેર એકમોની મૂડીનું ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે તેઓના ઉદ્યોગોમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે અને દેશને લૂંટવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારો ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.