Sunday, April 23, 2023

વડોદરાના યુનાઇટેડ વે ફેમ અતુલ પુરોહિતે ખેલૈયાઓને ડોલાવ્યા, ફૂડ ફેસ્ટિવલમાં યુવક-યુવતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા | Atul Purohit of Vadodara's United Way fame swayed the players, young men and women wandered around in a frenzy at the food festival. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Atul Purohit Of Vadodara’s United Way Fame Swayed The Players, Young Men And Women Wandered Around In A Frenzy At The Food Festival.

વડોદરા28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બરોડિયન્સ ગરબે ઘૂમ્યા.

વડોદરા શહેરના ગોત્રી-સેવાસી વિસ્તારમાં આવેલા સત્યનારાયણ લોન્જમાં તારીખ 21 એપ્રિલથી 1 મે સુધી 11 દિવસીય વડોદરા ફૂડ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનાઇટેડ વે ફેમ અતુલ પુરોહિતે ખેલૈયાઓને ડોલાવ્યા હતા અને ફૂડ ફેસ્ટિવલમાં યુવક-યુવતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

50 ફૂડ સ્ટોલ મૂકાયા
વડોદરા ફૂડ ફિએસ્ટાના આયોજક અભિજીત ગુપ્તા, રોહીત જોષી, રાજ ઠાકોર અને રાહુલ ગૌતમે જણાવ્યું હતું કે, હાલમાં શાળા અને કોલેજમાં વેકેશનની શરુઆત થઈ ગઈ છે, ત્યારે વડોદરાના નાગરિકોને એક જ સ્થળે મેક્સિકન, ઈટાલીયન અને થાઈ સાથે અનેકવિધ પ્રકારના ફૂડનો સ્વાદ પ્રાપ્ત થઈ શકે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લુક્ઝાટીક સ્પિઅર, આર જે પ્રોડક્શન અને ધ ઓરીજનલ્સના સહિયોગથી 50 ફૂડ સ્ટોલ સાથે 10 સેલ્ફી બુથ મૂકવામાં આવ્યા છે.

DJ લાઈવ પરફોર્મન્સ આપશે
વડોદરાના નાગરિકો માટે આ પ્રકારનું આયોજન વર્ષમાં બે વાર કરવામાં આવશે. જેથી લોકો પરીવારના સભ્યો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે. 11 દિવસના ફેસ્ટમાં ગરબા કિંગ અતુલ પુરોહિત, સિંગર ગજેન્દ્ર વર્મા, રેપર એમ સી સ્ક્વેર, સિંગર દર્શન રાવલ અને ડીવાઈન સાથે DJ લાઈવ પરફોર્મન્સ આપશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: