જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગરના ગુરુદ્વારે ગુરુ સિંઘ સભામાં બૈશાખી પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુરુદ્વારા ખાતે સવારે 10 વાગ્યે સેજ પાઠ સાહેબની સમાપ્તિ કરવામાં આવી હતી. જે બાદ શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ગુરુ ગ્રથ સાહેબને માથા ટેકીને ધન્ય થયા હતા. ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યું હતું.

જામનગરના ગુરુદ્વારા ખાતે આજે 14 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે સેજ પાઠ સાહેબની સમાપ્તિ કરવામાં આવી હતી. બૈશાખીના દિવસથી પંજાબના ખેડૂતો પોતાના ખેતરોમાં ગેહુની ફસલ કાપે છે, અને ભગવાન પાસે પાર્થના કરે છે કે દેશના તમામ ખેડૂતોનું આ વર્ષ સારૂ જાય. બૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં શબ્દ કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.



