તાંત્રિક વિધિ પહેલાં પહેલાં પત્નીના અંગૂઠાના નિશાન સાથે પતિએ સુસાઈડ નોટ લખી, લખ્યું- ‘કોઈની પુછપરછ ન કરતાં’ | Before the tantric ceremony, the husband wrote a suicide note with his wife's thumbprint, writing - 'without questioning anyone'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Before The Tantric Ceremony, The Husband Wrote A Suicide Note With His Wife’s Thumbprint, Writing ‘without Questioning Anyone’.

રાજકોટ8 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટનાં વિંછિયા તાલુકામાં અંધશ્રદ્ધાનાં કારણે મોતના મુખે પહોંચેલા યુગલની બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં પત્નીના સ્વાસ્થ્યને લઈને તેમના ગયા પછી કોઈને પરેશાન ન કરવાની મહત્વપૂર્ણ વાતો ટાંકી હતી. આ સિવાય તેમના બાળકોનું પણ સૌ કોઈ સારી રીતે ધ્યાન રાખશે તેવો તેમને વિશ્વાસ છે એમ પણ કહ્યું.

‘મારા છોકરાઓનું ધ્યાન રાખજો’ – મૃતક
સુસાઈડ નોટમાં પહેલાં પાનામાં મૃતકે તેમના ભાઈઓને ઉદ્દેશીને લખ્યું હતું, આ કાગળ મા-ભાઈ માટે, તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે.

‘અમે રાજીખુશી જીવનત્યાગ કરીએ છીએ’ – મૃતક
સુસાઈડ નોટના બીજા પાનામાં જે ભગવાન ભોલેનાથ લખીને શરૂઆત કરી છે અને તેમાં લખ્યું છે, અમે બેય અમારા હાથે અમારી રાજીએ અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાયુ (ભાઈઓ ) પણ અમારા માડુ બાપુજી પણ અમારા બેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે એને પણ કોઈ જાતની પુછપરછ કરતા નહીં. મારા સાસુ મારા સસરા પણ અમને કાંઈપણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પુછપરછ ના કરતા. અમને કોઈએ કાઈ કહ્યું નથી. અમે અમાર હાથે કરું છે. કોઈ પ્રકારની પુછપરછ ના કરતા.

તાંત્રિક વિધિ કરી કૂંડમાં મસ્તક હોમ્યા
વીંછિયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. ત્યારબાદ બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં મસ્તક હોમી દીધા હતા. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી.

આ પણ વાંચો:

ગુજરાતમાં અંધશ્રદ્ધાનો કિસ્સો:રાજકોટના વીછિંયામાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ હવનકૂંડમાં મસ્તક હોમી દીધાં, બે સુસાઈડ નોટ પણ મળી

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post