વલસાડના ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી મનીષ ગુરવાનીએ મતદાર યાદી સુધારણા કેન્દ્રની મુલાકાત લીધી | Valsad in-charge District Election Officer Manish Gurwani visited the electoral roll revision centre | Times Of Ahmedabad

વલસાડ8 કલાક પહેલા

  • કૉપી લિંક

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત તા.16 એપ્રિલના રોજ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની કામગીરી અંગે ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર મનીષ ગુરવાની દ્વારા 180- પારડી વિધાનસભા મતવિસ્તારના DCO હાઈસ્કૂલ, JFS મિડલ હાઈસ્કૂલ અને આર. જે. દમણવાલા હાઈસ્કૂલના મતદાન મથક- 16થી મતદાન મથક – 25 બુથોની મુલાકાત લીધી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બુથની મુલાકાત લઈને બી.એલ. ઓ.દ્વારા આજે સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી નવા મતદારોના નામ નોંધણીના (ફોર્મ નં -6), મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં ડિલિટેશન કરવાના (ફોર્મ નં. -7) અને મતદાર યાદીમાં સુધારા માટે (ફોર્મ નં. – 8) ની થઇ રહેલી કામગીરીની ચકાસણી કરી હતી. આ ઉપરાંત તા.1 ઓક્ટોબર 2023નાં રોજ કે તે પહેલાં જેમનાં 18 વર્ષ પૂર્ણ થતાં હોય એટેલે કે જેનો જન્મ તા.1લી ઓક્ટોબર 2005 કે તે પહેલાં થયો હોય તેઓ પણ પોતાનું નામ મતદારયાદીમાં નોંધવા ઓનલાઇન/ઓફલાઇન , Voter Helpline APP, Voter.eci.gov.in કરવાની કામગીરીની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post